આ છે એવા જંતુઓ,પશુ અને પ્રાણીઓ કે જેમની જીવન આવરદા ઘણી ઓછી છે,જાણો આ જીવો વિશે
સામાન્ય રીતે આપણે સૌ કોઈ જાણીએ છીકે કે કાચબો એવો જીવ છે જે વર્ષો સુધી જીવી શકે છે ,જો કે આ તો થઈ લોંગ લાઈફની વાત પણ આપણી વચ્ચે રહેતા કેટલાક જીવ એવા પમ છે જે ખૂબ જ ઓછું જીવન લઈને પૃથ્વી પર આવે છએ જી હા એટલે કે આવા જીવો એ છે કે જે ઘણું ઓછું જીવે છે થોડા સમયમાં જ તેઓ મૃત્યું પામે છે, તો ચાલો જાણીએ કયા જીવની જીવન આવકદા કેટલી હોય છે.
ગિનિ પિગ્સ – આ જાનવર ખુબ નાનું હોય છે. તે સૌથી વધુ સાઉથ આફ્રિકામાં જોવા મળે છે. તેની ઉંમર માત્ર 4થી 8 વર્ષ વચ્ચે હોય છે. તો વયસ્ક ગિની પિગનું વજન માત્ર 700થી 1200 ગ્રામ હોય છે.
ઉંદર – ઘરોમાં અથવા અનાજની દુકાનો સહીત જોવા મળતા ઉંદરોની ઉંમર પણ ઘણી ઓછી હોય છે. ઉંદરોનું મહત્તમ આયુષ્ય એક વર્ષનું હોય છે.
સસલા- સસલું એક એવું પ્રાણી છે, જે વિશ્વના દરેક ભાગમાં જંગલોમાં જોવા મળે છે. સસલાની ઘણી પ્રજાતિઓ છે. આ જાતિઓમાંથી એક પરુ છે. તે મેદાનોના ખેતરોમાં જોવા મળે છે. સસલું ખૂબ જ નિર્દોષ પ્રાણી છે. આ જ કારણ છે કે લોકો તેને પોતાના ઘરમાં પણ રાખે છે. પરંતુ તેમની ઉંમર માત્ર 8-12 વર્ષ છે. સસલાના મૃત્યુનું સૌથી મોટું કારણ માદા સસલામાં અતિશય ચરબીનું સંચય અથવા ગર્ભાશયનું કેન્સર છે.
હાઉસફ્લાય – સામાન્ય રીતે, માખીઓ દરેક જગ્યાએ જોવા મળે છે, ખાસ કરીને મીઠી વસ્તુઓ પર અને ગંદી જગ્યાએ. માખીઓનું આયુષ્ય માત્ર 4 અઠવાડિયાનું જ હોય છે.
મચ્છર –મચ્છર ધરતી પર સૌથી ઓછી ઉમ્ર ધરાવતું જીવ છે. તેમનું જીવન માત્ર 24 કલાકનું જ છે. મચ્છરોને તેમના ટૂંકા જીવનકાળને કારણે ‘વન ડે બગ્સ’ પણ કહેવામાં આવે છે.
કાચિંડો-કાચિંડાની ઉંમર એક વર્ષની હોય છે. કાચિંડો મેદાની વિસ્તાર સિવાય પહાડો પર જોવા મળે છે.