- વાળને ,સુંદર બનાવે છે મીઠો લીમડો
- વાળ બ્લેક અને સીલ્કી બને છે કડવા લીમડાના પ્રયોગથી
દરેક સ્ત્રીઓ કે યુવતીઓની સુંદરતા તેના વાળથી વધે છે,જો વાળ સારા અને ઘટ્ટ હોય છે તો લૂક શાનદાર બને છે, વાળ સ્ત્રીઓનું યગરેણું કહેવાય છે જેથી કરીવને દરેક સ્ત્રીઓ પોતાના વાળની ખૂબ કાળજી લેતી હોય છે,વાળ ખરવા, ડેન્ડ્રફ, અકાળે સફેદ થવાની સમસ્યા આજકાલ ખૂબ જ સામાન્યબની છે. સામાન્ય રીતે લોકો મોંઘા શેમ્પૂ અને કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં તેની ટ્રીટમેન્ટ શોધતા રહે છે. પરંતુ આપણા રસોડામાં એવી કેટલીક કુદરતી વસ્તુઓ છે જે વાળની આ સમસ્યાઓ માટે રામબાણ છે.તેમાંનું એક છે કઢી લીમડો,જેનો આપણે વધારમાં ઉપયોગ કરીએ છીએ,વાળ માટે કઢી લીમડો બેસ્ટ ઓપ્શન છે,
કઢી લીમડાના પાન
જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો અને ઘણા પ્રકારના સૌંદર્ય પ્રોડક્ટ્સઅપનાવ્યા છે, તો હવે આ ખૂબ જ સરળ રીત પણ અપનાવો,આ માટે થોડો કઢી લીમડો લો અને તેને નાળિયેર તેલમાં ગરમ કરીલો, ધ્યાન રાખો લીમડો બળવો ન જોઈએ,આ પછી તેલને ગાળીને એક બોટલમાં ભરી લો. આ તેલના નિયમિત ઉપયોગથી વાળ ખરતા બંધ થઈ જશે અને તમારા સફેદ થતા વાળ અટકશે સાથે વાળ ઘટ્ટ અને કાળા બનશે
મેથીના દાણા
મેથીને રાતે પાણીમાં પલાળીને સવારે તેની પેસ્ટ વાળના મૂળીયે લગાવવાથી સફેદ થતા વાળ અટકે છે અને તમારા વાળને પુરતું પોષણ મળે છે તથા વાળ કાળા બને છે.
કડવો લીમડો
કડવા લીમડાના પાનની પેસ્ટ બનાવીને એઠવાડિયામાં એક વખત વાળશની સ્કેલ પર લગાવીને 10 મિનિટ બાદ ઘોઈલો આમ કરવાથી વાળ કાળા બને છે, સફેદ તથા વાળ ેટકે છે,આજ કાલ નાની ઉમંરમાં વાળ સફેદ થવાની ફરીયાદ હોય છે જેમાં આ લીમડો રાહત આપે છે.
જાસૂદના ફૂલ
જાસૂદના ફૂલને નારિયેળ તેલમાં ઇકાળી લો, ત્યાર બાદ આ તેલને વાળમામ લગાવાથઈ વાળ સફેદ થતા એટકે છે, જો તમે ઈચ્છો તો આ ફૂલને સુકવીને તેનો પાવડર બનાવીને તેને મેહંદી સાથે પણ વાળમામં લગાવી શકો છો.