- ઉનાળામાં રસદાર ફળો ખાવા જોઈએ
- ફીદીનો,કાકડીનું સેવન ગરમમાં રાહત આપે છે
- તકમરિયા અને લીબું શરબત ગરમીમાં રક્ષણ આપે છે
હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે આખો દિવસ દરમિયાન એનર્જી બની રહે અને બોડી ડિહાઈડ્રેડ ન થાય તે માટે આપણે ખાણી પીણી પર ખાસ ધ્યાન રાખવું જોઈએ આ સાથે જ ઠંડી તાસિર ધરાવતી વસ્તુોનું સેવન કરવું જોઈએ જેથી ગરમીમાં રાહત મળી શકે
ઉનાળા દરમિયાન તમારે કાકડી તથા ફૂદીનાના પાણીનું સેવન કરવું જોઈએ જે તમારા શરીરને પુરતી એનર્જીથી ભરપુર રાખવામાં મદદ કરે છે આ સાથે જ ઉૂદીનાની તાસિર છંડી છે એટલે તે ગેસ,અપસો,પેટની બળતરા જેવી સમસ્યાને દૂર કરે છે,જેથી જમ્યા બાદ ફૂદીના-કાકડીના પાણીનું સેવન કરી શકો છો.
દૂધીની તાસિર પણ છંડી હોય છે,ઉનાળામાં હેલ્ધી રહેવા માટે દૂધીના રસનું સેવન પણ બેસ્ટ ઓપ્શન છે, જે શરીરની ગરમીમાં રાહત આપે છે અને પેટમાં ઠંડક આપવાનું કામ કરે છે
તકમરિયાને પાણીમાં પલાળીને તેને દૂધમાં નાખીને જો ગરમીની સિઝનમાં પીવામાં આવે તો તે પેટના કોઠાને ઠંડક પહોંચાડે છે આ સાથે જ એસિડિટી જેવી સમસ્યામાંથઈ પણ રાહત અપાવે છે.
લીંબુમાં અનેક ઓષધિ ગુણો છે તે આપણે જાણીએ છીએ જો કે ઉનાળામાં સૌથી બેસ્ટ ઓપ્શન હોય તો તે લીબું છે જે શરીરને એનર્જીથી ભરપુર અને બોડીને ડિહાઈટ્રેડ થતા બચાવે છે.
લીંબુ અને ફુદીનો બન્ને ખૂબ જ ગુણકારી વસ્તુઓ છે અને જ્યારે એ બન્ને સાથે ભળે છે ત્યારે એ ઉનાળામાં પોષણ આપનારું બેસ્ટ કૂલર બની જાય છે. ફુદીનો વ્યક્તિને ગરમીમાં ખૂબ જ સામાન્ય એવા ગૅસ અને ઍસિડિટી જેવા પ્રૉબ્લેમ્સમાંથી છુટકારો આપાવે છે.
આ સાથે જ નારંગી, મોસંબી, પાકી કેરી, સ્ટ્રોબેરી, જેવા ફળઓ ઉનાળાની સિઝનમાં ભરપુર ખાવા જોઈએ જેનાથી શરીર તંદુરસ્ત બને છે.