દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ આ માટે તે અવનવા કપડાની સાથએ સાથે પોતાની હેરસ્ટાઈલનું પણ ખાસ ઘ્યાન આપે છે,જો કપડા પ્રમાણે અને ઓકેશન પ્રમાણે હેરસ્ટાઈલને સજાવવામાં આવે તો યુવતીઓનો લૂક શાનદાર બને છે તો આજે હેરસ્ટાઈલ માટેની કેટલીક ટિપ્સ જોઈશું જે તમારી સાદી હેરસ્ટાઈલને આકર્ષક લૂક આપશે.
વેસ્ટર્ન લૂક
જો તમે જીન્સ ટીશર્ટ કે કો ીપણ પ્રકારના વેસ્ટર્ન કપડા પહેર્યા છે તો તમે તમારા હેરને ખુલ્લા રાખી શકો છઓ સાથે જ તો તમે ગાઉન કે મીંડી પહેર્યું હોય તો બે વાળની લટ લઈને તેને માથાની પાછળ પીન અપ કરી શકો છો ,આ પીન તમે મોતી વાળી કે ઝલક વાળી નાખી શકો છો જે તમારી હેરસ્ટાઈલને આકર્ષક લૂક આપશે, જો તમે સાદી કાળઈ પીનથી પીઅપ કરો તો તેના ઉપર આર્ટિફિશ્યલ મેચિંગ ફ્લાવર જોડી દો.
ટ્રેડિશનલ લૂક
જો તમે સાડી કે ચોલી પહેરી રહ્યા છો તો તમે બન વાળઈ શકો છો આ બનમાં તમે માર્કેટમાં મળતા મોતી વાળી હેરસ્ટાઈલ એસેસિરીઝ નાખી શકો છો જે તમારી હેર સ્ટાઈલને આકર્ષક લૂક આપશે સાથે જ તમે તમારી જ્વેલરી પણ હેરસ્ટાઈલમાં જોડી શકો છો જેમ કે માથાનો ટિકો ઈયરિંગ્સ વગેરે દ્રારા હેરસ્ટાઈલને સજાવી શકો છો.
રેગ્યુલર લૂક
જો તમે સાદો ડ્રેસ કે સિપ્મપ કપડા પહેર્યા છે તો તમે માત્રે પીન વડે સાઈડ પફ અને તો મિડલ પફ કરીને નાની નાની પીન દ્રારા તેને સજાવી શકો છો જે ઓવર પણ નહી લાગે અને તમારા સાદા લૂકને વઘુ નિખારશે.