- ચહેરાની સુંદરતાને વધારવાની સરળ ટ્રીક
- મોંઘા પાર્લર અને તેની નથી જરૂર
- ઘરે જ તૈયાર કરો ફેસમાસ્ક
તહેવાર હોય કે પ્રસંગ હોય, સુંદર થવું તે તો સ્ત્રીની પહેલી પ્રાથમિકતા હોય છે. ચહેરા પર ક્યારેક સ્ત્રીઓ મેકઅપનો ઉપયોગ કરે છે તો ક્યારેક ખાસ પ્રકારના ફેસિયલ પણ કરાવતી હોય છે. પણ હવે તે સુંદરતાને લાવવા માટેની રીત વધારે સરળ થઈ ગઈ છે. માત્ર ગણતરીની મિનિટમાં જ તમે તૈયાર થઈ જશો અને ચહેરાની સુંદરતા પણ ચમકી ઉઠશે..
ચહેરાની સુંદરતા વધારવા માટે ફેસમાસ્કનો પણ ઉપયોગ કરી શકાય છે. ફેસમાસ્ક પણ મહિલાઓના ચહેરાને આકર્ષક અને સુંદર બનાવે છે. જો ચહેરો દિવાળી પહેલા નિસ્તેજ, શુષ્ક દેખાઈ રહ્યો છે, તો ચણાનો લોટ, દહીં, હળદર, લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી શકો છો અને તેને ચહેરા પર લગાવી શકો છો. ચહેરા પર ચમક લાવવા માટે ચંદન પણ લગાવી શકો છો. આ ઉપરાંત ઈંડાની સફેદી, લીલી ચા પાવડર લો. તેમને મિક્સ કરો અને ચહેરા પર લગાવો. 15 મિનિટ માટે આ રીતે રહેવા દો. પછી પાણીથી ચહેરો સાફ કરો. આ ત્વચામાંથી વધારાનું તેલ શોષવામાં મદદ કરી શકે છે.
આ ઉપરાંત જેમ દિવાળી પર તમે જે રીતે ઘરના દરેક ખૂણાને સાફ કરો છો, તે રીતે તમારી ત્વચાને દરેક રીતે સ્વસ્થ અને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરો. દરરોજ સવારે અને સાંજે ચહેરો સાફ કરો. ચહેરાને સાફ કરવાનું શરૂ કરો. તમારા ચહેરાને દૂધ અને ગ્રીન ટી બેગથી સાફ કરો. આ માટે એક બાઉલમાં થોડું દૂધ નાખો. તેમાં ગ્રીન ટી પણ ડુબાડી દો. હવે તેમાં એક કોટન બોલ ડુબાડીને ચહેરા પર દૂધ લગાવો. માત્ર કોટનથી ચહેરો સાફ કરવાનો પ્રયાસ કરો. દૂધ ત્વચા માટે આરોગ્યપ્રદ છે. તે છિદ્રોને ખોલવાની ક્ષમતા ધરાવે છે. દૂધમાં રહેલું લેક્ટિક એસિડ છિદ્રોને સાફ કરે છે. ખીલ, ગંદકી પેદા કરતા બેક્ટેરિયાને દૂર કરે છે. સાથે જ ગ્રીન ટી પીવી ચહેરાની ત્વચા માટે પણ હેલ્ધી છે.