વ્હાઈટ કલર દરેકનો ફએવરિટ હોય છે આ સાથે જ આ રંગ એવરગ્રીન પણ છે પરંતુ જો તમારા પાસે એક કે 2 વ્હાઈટ શર્ટ છે અને તમે તેને અલગ અલગ સ્ટાઈલમાં પહેરીને નવો લૂક આપવા માંગતા હોય તો તમારા માટે કેટલીક નાની પણ મહત્વની ટિપ્સ લઈને આવ્યા છીએ આ ટિપ્સથી તમારો સેમ શર્ટ ન્યૂલૂકમાં જોવા મળશે જે તમારા લૂકને શાનદાર બનાવશે.
1 બ્લેક સ્કર્ટ
જો તમે તમારા વ્હાઈટ શર્ટને ન્યુ લૂક આપવા માંગો છો તો લોંગ બ્લેક સ્કર્ટ અથવા શોર્ટ બ્લેક સ્કર્ટ પર આ શર્ટ કેરી કરો અને આ શર્ટને ઈન કરી લો આમ કરવાથી તમારો વ્હાઈટ શર્ટ સ્કર્ટ સાથે શાનદાર લૂક આપશે
2 બ્લૂ જીન્સ અથવા બ્લૂ ડેનિમ પ્લાઝો
જો તમે ઈચ્છો તો જાર્ક બ્લૂ જીન્સની સાથે આ વ્હાઈટ શર્ટને કેરી કરી કો છો સાથે તમે ઈન નહી કરો તો તમારો લૂક શાનદાર લાગશે આ સાથે જ જો તમે ઈન કરવા માંગો છો તો તમે પ્લાઝો ખાસ કરીને ડેનિમ પ્લાઝો પર ઈનસર્ટ કરીને આ શર્ટ કેરી કરી શકો છો તેના સાથે તમે ઉપર બ્લેક કોટી કે સ્ગ્ર પહેરશો તો તમારો જૂનો વ્હાઈટ શર્ટ વઘુ એક્સ્ટ્રા લૂક આપશે.
3 બ્લૂ બ્લેઝર અને બ્લેક જીન્સ
જો તમે બ્લેક ટાઈટ જીન્સ સાથે વ્હાઈટ શર્ટ પહેરો અને શર્ટને ઈન કરી દેશઓ તો તમારો લૂક પ્રોફેશનલ લાગશે, આ લૂક તમે ઓફીસમાં પણ કેરી કરી સકો છો અથવા તો કોઈ બિઝનેસ મિટિંગમાં પણ આ કેરી કરીને જઈ શકો છો,જો મિટિંગમાં જવું હોય તો તમે તેના પર બ્લેક કે ડાર્ક બ્લૂ બ્લેઝર કેરી શકી શકો છો જે તમારા લૂકને વઘુ પ્રોફેશનલ બનાવા છે સાથે જ બ્લેક બેગ પણ કેરી કરશો તો તદ્દન પ્રોફેશનલ લૂક મળશે,
4 રંગીન પ્લોઝો સ્કર્ટ
આજકાલ માર્કેટમાં પ્લાઝો ટ્રેન્ડિંગમાં છે જેમાં પિંક મરુન ગ્રીન જેવા જૂદા જૂદા રંગો પણ અવેલેહલ હોય છે,.આ પ્લાઝોનો ઘેર સ્કર્ટ જેવો હોય છે અને એન્કલ લેન્થના હોય છે આ પ્રકારના અને આ રંગના પ્લાઝોની સાથે ઈન કરીને વ્હાઈટ શર્ટ કેરી કરી શકો છો જે તમારા વ્હાઈટ શર્ટને અલગ લૂક આપશે.