- તમારા ક્લોથવેરની સાથે યોગ્ય મેકઅપ કરવો
- કપડાની સાથે ઘરેણા કયા પહેરવા તેનું ખાસ ધ્યાન રાખવું
ખાસ કરીને દરેક સ્ત્રીઓને સુંદર દેખાવવું ગમતું હોય છે, સત્રીઓ હોય કે યુવતીઓ હોય પોતાને સુંદર બનાવવા માટે અવનવા ડિઝાઈનર વસત્રોથી લઈને ઘરેણા તથા મેકઅપને ખૂબ મહત્વ આપે છે, ત્યારે માત્ર તમારા પરિધાન જ તમને સ્ટાઈલીશ બનાવતા નથી તેની સાથે સાથે તનારે મેકઅપનું ધ્યાન પણ રાખવું પડતું હોય છે આ સાથે જ પર્સ કયુ કેરી કરવું કેવા ફૂટવેરની પસંદગી કરવી તથા કેવા પ્રકારના ઓરનામેન્ટ્સ પહેરવા તે દરેક નાની નાની બાબતો તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે, અને તમને વધુ સ્ટાઈલીશ લૂક પ્રદાન કરે છે.
જો તમે કોટનના વસ્ત્રો પસંદ કરી રહ્યા છો તો તમારે તેના પર બને ત્યા સુધી સિલ્વર અને કોપરના લાઈટ ઘરેણા પસંદ કરવા ,ખાસ કરીને ઈયરિંગ્સ કેરી કરવાથી પણ તમાર લૂક શાનદાર બને છે.
કપડાની સાથે સાથે ફૂટવેરનું ધ્યાન આપવું, જો તમે વેસ્ટર્ન વેર કેરી કરો છો તો તેના સાથે હિલ્સ વાળી સેન્ડક કે શૂઝ પહેરી શકો છો, અને જો તમે સાદા ડ્રેસ કે ટ્રડિશનલ ક્લોથવેરની પસંદગી કરતા હોવ તો તેના માટે તમારે ફ્લેટ ચપ્પલ કે પછી મોજડી કેરી કરવી ,જે તમારા લૂકને પરફેક્ટ બંધ બેસશે.
જો તમે હેવી કપડા એટલે કે વર્ક વાળા પહેરો છો અને કોઈ મેરેજ કે રિસેપ્શનમાં જવાનું હોય તો ત્યારે તમે હેવી મેકઅપ કરી શકો છો જે તમારા લૂકને ચાર ચાંદ લગાવે છે, પરંતુ ઓફીસ કે બહાર જતા વખતે તમે માત્ર લાઈટ લિપ્સ્ટિક અને આઈનર લગાવવાનું રાખો જે સિમ્પલ લબકમાં નિખાર લાવશે.
તમે રોજેરોજ માત્ર બહાર ફરવા જોવ છોસત્યારે લાઈટ મેકઅપનો જ ઉપયોગ કરવો, વધુ મેકઅપ તમારા ચહેરાની સુંદરતાને બગાડી શકે છે.
જો તમને વનપીસનો શોખ હોય ત્યારે તમે તેના સાથે હિલ્સ પહેરી શકો છો આ સાથે જ હેર ઓપન રાખવાની તમારી સુંદરતા વધુ ખીલી ઉઠશે, તેનાસાથે તમે ક્લસ કે હેન્ડ બેગ કેરી કરશો તો તમે વધુ સ્ટાઈલીશ દેખાશો.
જ્યારે તમે વેસ્ટર્ન વેર પહેર્યા હોય ત્યારે હાથમાં બને ત્યા સુધી નાનું પર્સ રાખવું, અથવા તો સાઈડ પર્સથી પણ તમારી પર્સનાલિટી વધુ ાકર્ષક બને છે પરંતુ વેસ્ટ્રન વેરમાં મોટા મોટા સોલ્ડપ પર્સ લટકાવાનું ટાળવુંવ જોઈએ જે તમાપા કપડા સાથે શૂટેબલ નથી થતા