યોગ્ય સમય પર રોજ કસરત કરવાના છે આ ફાયદા, કોઈ પણ સમયે ન કરવી જોઈએ કસરત
- કસરત કરવાથી રહેવાય છે તંદુરસ્ત
- યોગ્ય સમયે કરવી જોઈએ કસરત
- સવારે કે સાંજનો સમય છે શ્રેષ્ઠ
જેમ જેમ લોકોનું જીવન સુધરી રહ્યું છે એટલે કે મોડર્ન થઈ રહ્યું છે તેમ તેમ જીવનમાં હલન ચલન ઓછુ થઈ ગયું છે. લોકોનું જીવન બેઠાળું થઈ ગયું છે અને તેના કારણે શરીરમાં કેટલીક બીમારીઓ પણ લોકોમાં જોવા મળે છે. આ સમસ્યાથી બચવા માટે લોકો સવારે કે સાંજે કસરત કરતા હોય છે અને તેના કેટલાક ફાયદા પણ છે. કસરત એ શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
સવારે કસરત કરવાના ફાયદા એ છે કે સવારે એકદમ ફ્રેશ અને શરીરમાં થાક હોતો નથી. સવારે જીમમાં ભીડ પણ ઓછી હોય છે જેના કારણે બધા ઈન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ પણ કરી શકાય છે. સવારે કસરત કરો તો કામમાં પણ ફ્રેશનેશ રહે છે અને એનર્જી રહે છે. સાંજે કસરત કરવા જાવ તો ક્યારેક કંટાળો પણ આવે કારણ કે ઓફિસના કામથી થાકી ગયા હોવ એટલે. પણ સવારે આવું થતું નથી.
સવારે કસરત કરવાથી ભૂખ વધે છે, જેના કારણે નાસ્તો અને પોષણનું સેવન વધુ સંતુલિત રહે છે. આ સિવાય, વર્કઆઉટને કારણે દિવસ દરમિયાન વધુ પાણી પીવાય છે જે ખૂબ જ સારી આદત છે. મોટાભાગના જીમ અને કસરતના સ્થળો સાંજે 5 થી રાત્રે 9 વાગ્યા સુધી ભરેલા હોય છે. જેના કારણે મશીનો અથવા સાધનની કસરત થઇ શકતી નહીં. સવારે પ્રમાણમાં ઓછી ભીડ હોય છે, જેથી સવારનો સમય કસરત માટે શ્રેષ્ઠ હોય છે.
સાંજે કસરત કરવી એ દિવસના થાક પછી તણાવ દૂર કરવાની એક સરસ રીત છે. સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલમાં વધારો કરે છે, જેના કારણે લોકો વધારે ખાય છે અને વજન વધે છે. તેથી આખા દિવસનો તણાવ અને ગુસ્સો ઘટાડવા માટે સાંજે કસરત કરવી વધુ સારી છે.