ભારતમાં આમ તો દરોજ લાખો લોકો એક સ્થળેથી અન્ય સ્થળે ફરવા જતા હોય છે. આવામાં જો વાત કરવામાં ક્રિસમસ વેકેશનમાં ફરવાના પ્લાનની તો આ સમય દરમિયાન ભારતના આ સ્થળો ફરવા માટે બેસ્ટ છે.
કાશ્મીરમા આવેલ પહલગામમા નાતાલની આસપાસના સમયમા આખુ શહેર બર્ફથી છવાયેલુ હોય છે. પહલગામમા ઠંડીના વાતાવરણમા ગરમા ગરમા કાવો પીવાની અલગ મજા હોય છે.
શ્રીનગર એક લોક પ્રિય પર્યટન સ્થળ છે. શ્રીનગરની તુલના સ્વર્ગ સાથે કરવામા આવે છે. નાતાલના સમયમા શ્રીનગરમા વિંટર કાર્નિવલનુ આયોજન કરવામા આવે છે.
કુમારકોમ કેરળનું એક નાનું અને સુંદર શહેર છે જે વેમ્બનાદ તળાવના કિનારે આવેલું છે. દક્ષિણ ભારતમાં નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
બિનસર ઉત્તરાખંડમા આવેલુ એક સુંદર શહેર છે. દિલ્લીથી બિનસર જવા માટે રોડ ટ્રીપમા 9 કલાક જેટલો સમય લાગે છે. બિનસરમા નંદા દેવી પીકનો નજારો અત્યંત મનમોહક છે.