Site icon Revoi.in

આંખો નીચે ડાર્ક સર્કલ થવાના છે આ કારણો, લાઈફસ્ટાઈલમાં બદલાવ કરવાથી આવશે સમસ્યાનું નિવારણ

Social Share

આજકાલના દોડાદોડ વાળા જીવનમાં લોકોને આંખ નીચે ડાર્ક સર્કલ સામાન્ય રીતે થઈ જતા હોય છે. આંખની નીચે થતા ડાર્ક સર્કલના કારણે ચહેરાનો દેખાવ પણ વધારે બગડી જતો હોય છે, તો હવે આ સમસ્યાનું નિવારણ તમારા જ હાથમાં છે.

ડાર્ક સર્કલને હટાવવાના હવે બસ સામાન્ય ઉપાયો છે જેમાં પહેલું છે કે જ્યારે પણ શરીરને થાકનો અનુભવ થાય ત્યારે શરીનને પુરતો આરામ આપવો જોઈએ. શરીરને પુરતી ઉંઘ આપશો એટલે તેનાથી આંખોને પણ આરામ મળશે અને ડાર્ક સર્કલ દુર થશે. જ્યારે આપણે ફીઝીકલી અને મેન્ટલી ખુબ થાકેલા હોઇએ છીએ અને પૂરતો આરામ નથી મળતો ત્યારે તેની સીધી અસર આપણી સ્કીન પર પડે છે. આંખોની નીચેની ચામડી ખુબ જ સેન્સેટિવ હોય છે અને બોડી પર કોઇ પણ પ્રકારનો સ્ટ્રેસ પડે તો તે રિએક્ટ કરે છે. જો તમે પૂરતી ઉંઘ લેવાનનુ શરૂ કરશો તો ધીરે ધીરે આ ડાર્ક સર્કલ જતા રહેશે.

ભારતીય મહિલાઓમાં ડાર્ક સર્કલની સમસ્યા વધારે જોવા મળે છે તેનુ મુખ્ય કારણ લોહીની ઉણપ છે. પુરુષોની તુલનામાં મહિલાઓ પોતાનુ ધ્યાન રાખતી નથી અને જેના કારણે હેમોગ્લોબીનની અછત વર્તાય છે. ઓક્સિજન લેવલની ઉણપ પણ એક કારણ છે. જો મહિલાઓ દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવે તો મહિલાઓને આંખો નીચેના ડાર્ક સર્કલથી છુટકારો મળે છે.

આંખોની નીચે ડાર્ક સર્કલ થઇ જવાનુ મુખ્ય કારણ ડિહાઇડ્રેશન છે. જ્યારે શરીર પર્યાપ્ત પાણી સ્કીનને ન આપી શકે ત્યારે સ્કિન પર ડલનેસ અને ડાર્કનેસ આવવા લાગે છે. તેના કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ થઇ જાય છે.

વધારે સમય તડકામાં રહેવાનો કારણે આ સમસ્યા જલ્દી આવવા લાગે છે. આવામાં સ્કીન પર પિગ્મીન્ટેશન વધી જાય છે અને આંખોની નીચેની કોમળ ત્વચા સૌથી પહેલા કાળી થવા લાગે છે.