Site icon Revoi.in

આ છે વિશ્વના એવા સ્થળો કે જ્યાં હદની બહાર પડે છે ઠંડી-અહીં ઠંડી હોય છે માઈનસ 70ને પાર

Social Share

આ સિઝન એવી છે કે જ્યારે સમગ્ર વિશ્વમાં ઠંડીનો પારો વધે છે,ભારત સહીત વિશ્વના ઘણા દેશો એવા છે કે જ્યા ઠંડી ખૂબ પડે છે જે રીતે ભારતમાંમ ઠંડીનું પ્રમામ જમ્મુ કાશ્મીરમાં હોય છે અજ રીતે વિશ્વના કેટલાક શહેરોમાં માઈનસ 46 થી 80 ડિગરી સુધીની ઠંડી પડતી હોય છે, તો ચાલો જાણીએ કેટચલાક એવા શહેરો વિશે જ્યા ખૂબ ઠંડી પડે છે.જે જીવને પણ જોખમમાં મૂકે છે.

મોસ્કો

અહીં બારે મહિના વબરફ વર્ષા જોવા મળે છે,અહીં પીવાના પાણી માટે બરફને ઓગાળવો પડે છે. જરા વિચારો કે આ જગ્યાએ રહેતા લોકોનું જીવન કેવું હશે?લોકો રોજીંદી લાઈફમાં પાણી માટે મહેનત કરી રહ્યા છે.

રોજર્સ પાસ

અમેરિકાના મોન્ટાનામાં આવેલો રોજર્સ પાસ સમુદ્ર સપાટીથી અંદાજે 5 હજાર 610 ફૂટની ઉંચાઇ પર આવેલો છે. રોજર્સ પાસ એક એવી જગ્યા છે કે જ્યાં અલાસ્કા સિવાયના અમેરિકામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. 20 જાન્યુઆરી 1954ના રોજ અહીંનું તાપમાન -70 ડિગ્રી સુધી પહોંચ્યું હતું.

વોસ્ટોક વેધર સ્ટેશન

એન્ટાર્ટિકા સ્થિત રશિયાનું આ રિસર્ચ સ્ટેશન કે જ્યાં વિશ્વની સૌથી વધુ ઠંડી જગ્યાઓમાંનું એક ગણવામાં આવે  છે. 21 જુલાઈ, 1983માં અહીંનું તાપમાન – 89.2 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ગયું હતું. ઉનાળામાં પણ – 32 સુધી રહે છે.

ઉલાનબાટાર

મંગોલિયાની રાજધાની ઉલાનબાટારનો વિશ્વના સૌથી ઠંડા પ્રદેશોમાં સમાવેશ છે. અહીં તાપમાન માઈનસ 16 ડિગ્રી સેલ્સશિયસથી ઉપર નથી જતું. મંગોલિયાની અડધોઅડધ વસતિ ઉલાનબાટારમાં રહે છે.

કેનેડાનું ફોર્ટ સેલ્કિક

છેલ્લાં કેટલાંક વર્ષોથી સરકારના કેટલાક વૈજ્ઞાનિકો શોધ માટે અહીં રહે છે. અહીંનું ન્યૂનતમ તાપમાન માઈનસ 75 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું છે.

ઓયમયકોં

વિશ્વના સૌથી ઠંડીની જગ્યાઓમાં ઓયમયકોંનું નામ પાંચમા ક્રમે છે. અહીં 12 મહિના ઠંડીની મોસમ રહે છે

યુકાન

કેનેડાના યુકાનમાં પેલ્લી નદીના સંગમ પર સ્થિત સેલકિર્ક બહુ જૂનું વેપારી કેન્દ્ર હતું. વર્ષ 1950માં અહીં સૌથી વધુ ઠંડી પડી હતી. અહીં વર્ષોથી કોઇ રહેતું નહોતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રસ્તા અને હવાઇ સેવા ઉપલબ્ધ બનતા અહીં કેટલાક લોકો વસવાટ કરવા લાગ્યા છે. ફોર્ટ સેલકિર્કમાં જાન્યુઆરીમાં સૌથી વધુ ઠંડી પડે છે અને તાપમાનનો પારો -75 ડિગ્રી સુધી પહોંચી જાય છે.