સામાન્ય રીતે આજકાલ જે રીતે લોકો ફાસ્ટ ફૂડ તરફ વળ્યા છે તે રીતે અનેક બીમારીઓ શરીરમાં પ્રવેશી રહી છે., આજકાસલ કિડનીને લગતી સમસ્યાઓ પણ વધી રહી છે, કિટડી શરીરની ગંદકીને પેશાબ દ્વારા બહાર કાઢે છે, પરંતુ જો તે યોગ્ય રીતે કામ ન કરે તો શરીરમાં ગંદકી જમા થવા લાગે છે અને પેશાબ પણ ઓછો થાય છે. જેના કારણે શરીરમાં પાણીનો સંચય થવા લાગે છે એટલે કે વોટર રિટેન્શન થવા લાગે છે.કિડની ફેલ થવાને કારણે શરીરના અન્ય ભાગો પર પણ દબાણ આવે છે. તેથી જો તમે તમારી કિડનીને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમારા આહારનું ધ્યાન રાખો.
દારુનું સેવન – આયુર્વેદિક પ્રમાણે વધુ દારૂ પીવાથી કિડનીને નુકસાન થઈ શકે છે. આનાથી કિડનીના કામકાજમાં સમસ્યા સર્જાય છે અને તમારા મગજને પણ અસર કરી શકે છે.
કોફી – એક સંશોધનમાં સામે આવ્યું છે કે વધુ કેફીનવાળી વસ્તુઓ કિડની માટે સારી નથી. જે લોકો વધુ કોફી પીવે છે તેમને કિડનીમાં પથરી થવાની શક્યતા વધુ હોય છે.
માર્કેટમાં મળતી તૈયાર મીઠાઈઓ – બજારમાં મળતી મીઠાઈઓ, કુકીઝ અને પીણાઓમાં આર્ટિફિશિયલ સ્વીટનરનો વધુ ઉપયોગ થાય છે, જે કિડની માટે હાનિકારક છે. ડાયાબિટીસના દર્દીઓને કિડનીના રોગો થવાની સંભાવના વધુ હોય છે. આવા લોકોએ તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
મીઠું – મીઠામાં સોડિયમ હોય છે, પોટેશિયમ સાથે, તે શરીરમાં પ્રવાહીની યોગ્ય માત્રાને જાળવી રાખે છે, પરંતુ જો ખોરાકમાં વધુ મીઠું લેવામાં આવે તો તે પ્રવાહીની માત્રામાં વધારો કરે છે, જે કિડની પર વધુ દબાણ કરે છે અને તેને નુકસાન પહોંચાડે છે.