Site icon Revoi.in

આ છે તે મોબાઈલ સેન્સર્સ જે મોબાઈલને સ્માર્ટ બનાવે છે, વાંચો કેવી રીતે કરે છે કામ

Social Share

સ્માર્ટ ફોન.. સ્માર્ટ ફોન…. સ્માર્ટફોન… આ શબ્દ મોટા ભાગના લોકોના મોઢાથી સાંભળવા મળતો હશે પણ મોટા ભાગના લોકોને તે ખબર નહી હોય કે કઈ વસ્તુ મોબાઈલને સ્માર્ટ બનાવે છે. મોબાઈલમાં રહેલા કેટલાક સેન્સર્સ છે જે ફોનને સ્માર્ટ બનાવે છે. આજકાલ સ્માર્ટ ફોનામાં પણ સતત સુધારા થઈ રહ્યા છે જેના કારણે સ્માર્ટ ફોન પણ હવે ડબલ સ્માર્ટ બની રહ્યા છે.

એક્સેલેરોમીટર સેન્સર કે જે મોબાઈલમાં ઓરિએંટેશન નક્કી કરવામાં મદદ કરે છે. આ સેન્સરનો મુખ્ય ઉપયોગ એ છે કે સ્માર્ટફોનને પોટ્રેટ અથવા લેંડ સ્કેપ મોડમાં રાખવામાં આવે છે કે નહીં અને તે અનુસાર સ્ક્રીન પર કંટેંટને ઓપ્ટિમાઈઝ કરવાનું છે. આ સેન્સરનો ઉપયોગ તમને ઓનલાઈન વીડિયો જોતા અથવા ફોટો લેતી વખતે ખબર પડે છે.

મોબાઈલમાં એક હોય છે પ્રોક્ષીમીટી સેન્સર કે જે સૌથી વધારે ઉપયોગી હોય છે. આ સેન્સર એવું છે કે જે વસ્તુ તમને કરવા માંગો છો તેને સામે લાવી આવી છે. આ ખૂબ જ મહત્વનું સેંસર છે. જ્યારે કોઈ પણ વસ્તુ સ્માર્ટફોનની પાસે આવે છે, તો આ સેંસર તેને શોધી કાઢે છે. આ સેંસર ફોનના ફ્રંટ કેમેરાની પાસે હોય છે. યુઝર્સ જ્યારે પણ કોલ પર વાત કરે છે, તો આ સેંસર પોતાની સ્કીનની લાઈટ બંધ કરી દે છે.

બાયોમેટ્રિક સેન્સર વિશે આમ તો લોકો પાસે સામાન્ય જાણકારી હશે. આ સેન્સરને તમામ રેંજના ડિવાઈસમાં આપવામાં આવે છે. આ સેન્સરના કારણે ફિંગરપ્રિંટ અને ફેસ અનલોકનો ઉપયોગ કરી શકાય છે. આ સેંસરની મદદથી આપ તેમાં ડિવાઈસ અને પર્સનલ ડેટા પણ સુરક્ષિત રાખી શકો છો. આ સેંસર યુઝર્સના અંગૂઠા અને ચહેરાને સ્કેન કરીને લે છે. બીજી વાર જ્યારે યુઝર ફોન અનલોક કરવા માટે અંગૂઠા અથવા ચહેરાને સ્કન કરે છે તો આ સેન્સરે ભેગી કરેલી જાણકારીમાં મિલાવીને યોગ્ય અંગૂઠા અને ચહેરાની ઓળખાણ કરીને અનલોક કરે છે.