- દેશના એવા માર્ગો કે જ્યા જીવના જોખમે ગાડી ચલાવી પડે છે
- ભલભલા ડ્રાઈવરના કાળજા કાંપી ઉઠે છે
આપણા દેશમાં અનેક અજાયબીઓ આવેલી છે, ભારત દેશમાં અજાયબીથી લઈને રહસ્ય સુધીની વાતો સાંભળવા મળે છે, જ્યારે કેટલીક વાતો તો નરી આંખે દેખાલા જોખમ સમાન પણ હોય છે, આવી જ વાત કરીશું આજે જોખમી રસ્તાઓની, કેટલાક એવા રસ્તાઓ કે જ્યાથી પસાર થતા ભલભલા લસોકોના હ્દય કાંપી ઉઠે છે, ગાડી ચલાવતા ડ્રાઈવરને પણ એક વાર મનમાં એવો સવાલ થી જાય છે કે આ એના જીવનની છેલ્લી ક્ષણ છે, તો ચાલો જોઈએ ભારતમાં આવેલો જીવલેણ માર્ગો જ્યાથી પસાર થવું સૌ કોઈનું કામ નથી.
કિલર કિશ્તવાડ રોડ –
અંદાજે તેની લંબાઈ: ૧૨૦ કિ.મી છે. આ રસ્તા પર લગભગ 8-10 કલાકનો સમય લાગે છે અહીં જવા માટે મે-જૂન, સપ્ટેમ્બર-ઓક્ટોબર સમય બેસ્ટ છે. આ સડક નું નામ જ કિલર છે? વિડીયો જોઈને તમને અંદાજો તો આવી જ ગયો હશે. જમ્મુ-કાશ્મીરમાં કિશ્તવાડ થી હિમાચલ પ્રદેશના કિલર ને જોડતી આ સીંગલ લેન સડક પર કાકરા, ભૂસ્ખલન કરતી પહાડીઓ, ઝરણા, જાન લેવા વાળાકો, અને નીચે હજારો ફૂટ ઊંડી ખીણ છે. આને તો માત્ર ભારતની જ નહિ પરંતુ દુનિયાની સૌથી ખતરનાક સડક કહેવામાં આવે છે.
ચાંગ લા પાસ –
ભારતના ખતરનાક રસ્તાઓમાંથી આ એક રસ્તો પણ જીવ માટે જોખમી સાબિત થાય છે,17,500 ફૂટ થી વધારે ઊંચાઈ પર સ્થિત ચાંગ લા 160 કિ.મી લાંબો મોટરેબલ પાસ છે. જે લેહ અને પેન્ગોન્ગ લેક ને જોડે છે. બારેમાસ બરફ વર્ષા અને ખરાબ મોસમ ના કારણે તૈયારી વગર જવાથી સાધારણ ડ્રાઇવરની વધારે ઊંચાઈ ના કારણે તબિયત ખરાબ થઈ શકે છે અને ઊલટી થઈ શકે છે. લેહ થી ચાંગ લા તરફ જતા છેલ્લુ ચઢાણ એકદમ સીધું છે. જ્યા ડ્રાઈવ કરવા માટે કુશળતાની જરૂર પડે જ પડે.નજર હટી દૂર્ઘટના ઘટી જેવી સ્થિતિ અહી સર્જાય છે.
જોજી લા (લેહ થી શ્રીનગર)-
દરિયાની સપાટીથી 11,575 ફૂટની ઊંચાઈ પર આવેલ જોજી લા ભારતમાં રાષ્ટ્રીય રાજમાર્ગ 1 ના લેહ-શ્રીનગર સેકશન પર એક હિલ પાસ છે. જોજી લા ની આજુબાજુનો નજારો કાતિલ તો છે જ, સાથે સાકડી સડક, પોલા ખડકો, ખરાબ મોસમ, અને ધારદાર વળાંકો ને કારણે રસ્તો પણ જીવલેણ બની શકે છે.ઘણીવાર તો સામેથી આવતા વાહનોને રસ્તો આપવા માટે કેટલાય મીટર ગાડી રિવર્સમાં પણ લેવી પડે છે. આ હિલ પર તમારી ડ્રાઇવિંગ કળાની અસલ પરીક્ષા થાય છે. માત્ર એક ભૂલ કરવાથી તમારો જીવ જતો રહે છે જોખમમાં .
ઉમલિંગ લા, લદ્દાખ
દુનિયાનો સૌથી ઊંચો મોટરેબલ પાસ 19 323 ફૂટની ઊંચાઈ પર આવેલ ઉંમલિંગ લા છે આ સાથે જ નિયાના સૌથી ખતરનાક રસ્તાઓ મા નો પણ એક છે. લદાખમાં આવેલા ચિસુમલે અને ડેમચોક ગામડાઓને જોડતા આ રસ્તાના નજારાઓ બેહદ ખૂબસૂરત તો છે જ. પરંતુ અહીં ઓક્સિજનનું સ્તર નીચુ હોવાથી તમારી સાથે તમારા વાહનની પણ પરીક્ષા લેવાતી હોય છે. ઉમલિંગ લા સુધી પહોંચવા માટે તમારે ઘુટણ સુધી ઊંડા પાણીના વહેણ માં થી પસાર થતા ઢોળાવો પર લપસણા કાદવ થી ભરેલા રસ્તાઓ પરથી પસાર થવું પડે છે.
મનાલી-લેહ રાજમાર્ગ
મનાલી-લેહ હાઈવે પર ભારતના સૌથી સુંદર નજારાઓ જોવા મળે છે. પરંતુ આ સુંદરતાના ભ્રમ છુપાયેલું છે જીવનું જોખમ. આ રસ્તા પર તમને વહેતી નદીઓ , રેલિંગ વગરના વળાંકો, તૂટતા પથ્થરો, અને ટ્રાફિક થી ઝઝૂમવું પડશે.આ રસ્તા પર રોહતાંગ પાસ તો આવે જ છે સાથે 365 કી.મી સુધી કોઈ પેટ્રોલ પંપ પણ નથી. અહીં ગાટા લૂપના ધારદાર 21 વળાકો આવે છે. તો તમારું કાળજુ કઠણ કરીને આ સફર પૂરી કરવાના ઇરાદાથી જ રસ્તા પર ઉત્તરજો.બાકી તમારી નજર ચૂકતા જ તમારો જીવ જોખમમાં આવે છે.