આ છે વિશ્વની સૌથી મોંધી શાકભાજી – ઘાસ જેવી દેખાતા આ ‘હોપ શૂટ’ શાકભાજીની કિમંત 1 લાખ રુપિયે કિલો
- આ છે વિશ્વની સૌથી મોંધી શકાભાજી
- જેનું નામ છે હોપ શૂટ્
- હેલ્ધી અને મોધી છે આ શાકભાજી જેના ઘણા ઉપયોગ છે
સામાન્ય રીતે શાકભાજી આમ તો ઘણા સસ્તા જોવા મળે છે, જો કે કેટલીક શાકભાજી કે ખાદ્ય પ્રદાર્થો એટલી હદે મોંધા હોય છે કે, તેને ખરીદવા માટે ખીસ્સુ ખૂબ મોટૂ હોવું જોઈએ, જેમે કે મશરુમ ઘણા મોંધા હોય છે એવી રીતે આજે આપણે ઘાસ જેવી લાગતી શાકભાજીની વાત કરીશું.
લાખોની કિમંતના આ શાકભાજીનું નામ છે હોપ શૂટ.નામ સાંભળીને અટપટૂ જરુર લાગશે પરંતુ આ ઘાસ જેવી લાગતી આ શાકભાજીની કિમંત સાંભળીને આપણા હોશ ઉડી જાય, જી હા એક કીલોના ભાવ છે, જેને વિશ્વની સોથી મોંધામાં મોંધી શાકભાજી કહેવામાં આવે છે, જે ખેતીની ટ્રાયલ બિહારના ઔરંગાબાદ જિલ્લામાં શરુાત કરાઈ હતી.આ શાકભાજીનો દેખાવ ઘાસ જેવો હોય છે.
બિહાર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના નવીનગરમાં આવતા કરમડિહ ગામના 38 વર્ષીય ખેડૂત અમરેશ સિંહ એ હોપ શૂટની ખેતી કરવાની શરૂઆત કરી હતી.આ ખાસ પ્રકારની શાકભાજી છ વર્ષ પહેલા પણ આંતરરાષ્ટ્રીય બજારોમાં 1000 પાઉન્ડ એક કિલો ગ્રામ વેચાતી હતી. 1000 પાઉન્ડ એટલે લગભગ 1 લાખ રૂપિયામાં આ શાકભાજી વેચવામાં આવે છે.
આ હોપ શૂટ નામની શાકભાજી મોટે ભાગે બહારના દેશઓમાં મળે છે,જે ભાગ્યે જ ભારતીય બજારમાં જોવા મળે છે અને ફક્ત ખાસ પ્રકારનો ઓર્ડર આપીને જ ખરીદી કરવામાં આવે છે.હોપ શૂટની ખેતી 60 ટકાથી વધુ સફળ રહી છે.
હોપ શૂટના ફળ, ફૂલ અને ડાળીઓનો જુદી જુદી રીતે ખોરાકમાં ઉપયોગ થાય છે, આ તમામનો ઉપયોગ પીણા ઉત્પાદનો અને એન્ટીબાયોટીક્સ દવા બનાવવા માટે કરવામાં આવે છે.
આ સબજી ટીબીની સારવાર માટે આ છોડની દાંડીમાંથી દવા બનાવવામાં આવે છે.આ સબજીના ફૂલને હોપ-કોન અથવા સ્ટ્રોબાઇલ કહેવામાં આવે છે. આ શાકભાજીમાં એન્ટીઓકિસડન્ટ પણ હોય છે, તેથી ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે.
સાહીન-