આપણા દેશમાં જ આવેલા છે આ ગામો કે જ્યાંની અજીબો ગરીબ ખાસિયતો સાંભળીને તમને લાગશે નવાઈ
ભારત દેશમાં સંસંક્ૃતિનો વારસો કહેવાય છએ અહી જૂદી જૂગદી રીત ભાત રિવાજો જોવા મળે છે,અહી વસેલા કેટલાક ગામો પોતાનામાં જ ખાસ બનીને ઊભરૂ આવે છે,કેટલાક ગામોની ખાસિયતો તેમને અલગ બનાવે છે,આજે જાણીશું ભારતમાં આવેલા અજીબ ગામ વિશે કે જેની ચોક્કસ કોઈને કોઈ ખાસિયત છે જેથી તે વિશ્વભરમાં જાણીતા પણ છે.
કેરળના મલપ્પુરમ – જૂડવા બાળકો થાય છે
કેરળના મલપ્પુરમ જિલ્લામાં સ્થિત કોડિન્હી ગામ જુડવા લોકોના ગામ તરીકે પ્રચલિત છે. અહીંયા હાલના સમયમાં 350 જુડવા જોડીઓ રહે છે. જેમાં નવજાત શિશુથી લઇને 65 વર્ષના વૃદ્વો પણ સામેલ છે. કોડિન્હી ગામમાં 1000 બાળકો પર 45 બાળકો જુડવા જન્મે છે.
ગુજરાતનું ધોકડા-મફ્તમાં મળેછે દૂધ
શ્વેત ક્રાંતિ માટે પ્રસિદ્વ ગુજરાત સ્થિત ધોકડા ગામમાં દૂધ કે તેની બનાવટની વસ્તુઓ આજે પણ વેચવામાં આવતી નથી પરંતુ જેમને ત્યાં ઢોર-ઢાંખર ના હોય તેને દૂધ અને તેની બનાવટો મફતમાં અપાય છે.
મેઘાલયના માવલ્યાન્નૉગ ગામ – કચરાનો ઉપયોગ ખેતીમાં થાય છે
મેઘાલયના માવલ્યાન્નૉગ ગામને ભગવાનના બગીચા તરીકે ઓળખવામાં આવે છે અને તે એશિયાનું સૌથી સ્વચ્છ ગામ છે. સ્વચ્છતા ઉપરાંત આ ગામ શિક્ષણમાં પણ અવ્વલ છે. અહીંયા 100 ટકાનો સાક્ષરતા દર છે. અહીંયા લોકો ઘરની બહારનો કચરો એકત્ર કરીને તેને વાંસના બનેલી કચરાપેટીમાં નાખે છે અને ત્યારબાદ તેને એક જગ્યાએ ભેગો કરીને તેમાંથી ખેતી માટે ખાતર બનાવાય છે. અહીંયા કુલ 95 પરિવાર રહે છે.
મહારાષ્ટ્રનું શનિ શિગણાપુર – ક્યારેય. ઘર કે દુકાનમાં તાળા નથી મારતા
જો તમે કોઇ એવા ગામમાં પ્રવાસ કરો જ્યાં ઘરમાં કે દૂકાનમાં એક પણ દરવાજો ના હોય તો મહારાષ્ટ્રનું શનિ શિગણાપુર એક એવું ગામ છે જ્યાં કોઇપણ ઘરમાં કે દૂકાનોમાં તાળા કે દરવાજા નથી. અહીંના રહેવાસીઓ પણ તેની કિંમતી ચીજવસ્તુઓને ક્યારેય તાળુ નથી મારતા છત્તાં આજ સુધી આ ગામમાં એકપણ વાર ચોરી નથી થઇ.
કર્ણાટકનું મુતુરુ ગામ – આજે પણ સંસ્કૃત ભાષાને પ્રાધાન્ય અપાઈ છે
એક એવું પણ ગામ છે જ્યાં આજે પણ દેશની સંસ્કૃતિને અકબંધ રાખતી ભાષા સંસ્કૃત બોલાય છે. કર્ણાટકનું મુતુરુ ગામ એક વિશિષ્ટતા ધરાવે છે. અહીંયા ગ્રામવાસીઓ માત્ર સંસ્કૃત ભાષા જ બોલે છે. આ ગામમાં પ્રાચીન કાળથી જ સંસ્કૃત બોલાય છે. આ ગામમાં બાળકો, વયોવૃદ્વ, યુવાવર્ગ અને મહિલાઓ ખૂબજ સહજતા સાથે સંસ્કૃત બોલે છે.