- મહિલાઓએ બિંદાસ ફરવું હોય તો ગોવા બેસ્ટ ઓપ્શન
- આ સાથે જ ગુહાવટી અને શિંલોંગ પણ આ યાદીમાં સમાવેશ પામે છે
- આ એવા સ્થળો છે જ્યાં કોઈ જાતનો રાતે પમ ભય નથી
- વસ્તી હોવાના કારણે મહિલાઓ બે ફિકર થઈને રસ્તાઓ પર ફરી શકે છે
ફરવા જવાની ઈચ્છા જહેર કરે છે તો પરિવાર સૌ પ્રથમ તેમની સેફ્ટિ વિશે વિચારે છે,ા સાથે જ યુવતીઓએ એકલા બહાર ફરવા જવું એક ચેલેન્જ પણ હોય છે આવી સ્થિતિમાં આપણા જ દેશના કેટલાક એવા સ્થળો છે કે જ્યાં બિંદાસ કોઈ પણ ટેન્શન વગર યુવતીઓ પોતાની આ ઈચ્છા પુરી કરી શકે છે,
એવી યુવતીઓ કે જેને રાતે મોડે સુધી ફરવાનો ખાણી પીણીનો શોખ હોય તેવા લોકો માટે આ સ્થળો બેસ્ટ ઓપ્શન છે જ્યા કોઈ પણ પ્રકારના ભય વિના મોડજી સાત સુધી માર્કેટમાં પણ ફરી શકાય છે,જેમાં એક તો ગોવાનો પણ સમાવેશ થાય છે
ગોવા એવી જગ્યા છે જ્યા દરેક સ્થળે ભરપુર પબ્લિક જોવા મળે છે જેથી તમે બિંદાસ અહી રેસ્ટોરન્ટ બારની મજા પણ માણી શકો છો અને દરિયા કિનારાની મોજ કરી શકો છો.
યુવક યુવતીઓ તેમની ગર્લ ગેંગ સાથે ગોવામાં જવાની યોજના બનાવી શકે છે. અહીં તમે બીચ પર સાંજે ચાલતી વખતે સૂર્યાસ્તનો નજારો જોઈ શકો છો. ગોવા કરતાં પાર્ટી અને પિકનિક માટે બીજે કોઈ સ્થાન હોઇ શકે નહીં. વળી, અહીં કોઈ પણ વ્યક્તિના જીવનમાં દખલ કરતું નથી. આવી સ્થિતિમાં, મહિલાઓ તેમની રજાઓ સારી રીતે માણી શકે છે.
પાલોલેમ બીચ, બગા બીચ, અંજુના બીચ, ચોરાઓ આઇલેન્ડ પર અહીંનાં કુદરતી દ્રશ્યો જોઈને તમે શાંતિ અનુભવી શકો છો. ઉપરાંત, તમે શનિવાર નાઇટ માર્કેટ, માર્ટિન કોર્નરમાં ખરીદી અને સીફૂડનો આનંદ માણી શકો છો.
આ સાથે જ જો તમે શાંત વાતાવરણ શોધી રહ્યા છો, તો પછી શિલોંગની મુલાકાત યોગ્ય રહેશે. અહીં તમે કોઈપણ પ્રકારના ભય વગર સરળતાથી ફરવા જઈ શકો છો. સ્ત્રી વર્ચસ્વ ધરાવતો સમાજ હોવાથી તમે મોડી રાત સુધી અહીં સુંદર નજારોની મજા લઇ શકો છો. આ સિવાય તમે અહીં તમારી પસંદની વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો.
બીજી પ્રદેશની વાત કરીએ તો ગુવાહાટી મહિલાઓ માટે સેફ સ્થળના શહેરોમાં આવે છે. અહીં માતાનું મંદિર વધુ હોવાથી મહિલાઓનું વિશેષ આદર કરવામાં આવે છે. તમે અહીં કામખ્યા માતા, ઉમાનંદ, ઇસ્કોન અને સુકરેશ્વર મંદિરની મુલાકાત લઈ શકો છો.