અરુણાચલ પ્રદેશના આ વિસ્તારો ‘અશાંત ક્ષેત્ર’ તરીકે જાહેર કર્યા
- અરુણાચલ પ્રદેશમાં અશાંત ક્ષેત્ર કરાયા જાહેર
- 3 જિલ્લા અને 4 પોલીસ સ્ટેશનને કરાયા જાહેર
- 6 મહિના માટે વધારાઈ AFSPA
કેન્દ્ર સરકારે અરુણાચલ પ્રદેશના 3 જિલ્લા અને 4 પોલીસ સ્ટેશનને ‘અશાંત ક્ષેત્ર ‘તરીકે ઘોષિત કર્યા છે. અને સશસ્ત્ર દળો અધિનિયમ -1958 ને 6 મહિના માટે વધાર્યા છે. એટલે કે,અહીં AFSPA ને 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે.
ગૃહ મંત્રાલય વતી જે સ્થળોને અશાંત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા છે તેમાં તિરપ,ચાંગલાંગ અને લોંગડિંગ જિલ્લાઓનો સમાવેશ છે. આ ઉપરાંત નામસી જિલ્લાના નામસાઇ અને મહાદેવપુર પીએસ,લોહિત જિલ્લાના સુનપુરા પીએસ પોલીસ સ્ટેશન ક્ષેત્રોને પણ અશાંત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યા છે. જે બાદ અહીં બીજા છ મહિના સુધી AFSPA લાગુ રહેશે. અરુણાચલ પ્રદેશ ઉપરાંત AFSPA કાનૂન હાલમાં મણિપુર,નાગાલેન્ડ અને આસામમાં પણ લાગુ છે.
AFSPA અધિનિયમ હેઠળ રાજ્યપાલના અહેવાલના આધારે કેન્દ્ર સરકાર રાજ્ય અથવા ક્ષેત્રને અશાંત ઘોષિત કરીને ત્યાં કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરે છે. AFSPA ઈશાનના વિવાદિત વિસ્તારોમાં સુરક્ષા દળોને વિશેષ સત્તાઓ આપે છે. આ અંતર્ગત સુરક્ષા કર્મચારીઓને સર્ચ ઓપરેશન ચલાવવાની અને કોઈપણ વોરંટ વિના કોઈપણની ધરપકડ કરવાની છૂટ આપવામાં આવી છે.
-દેવાંશી