Site icon Revoi.in

અમદાવાદના સૌથી પ્રખ્યાત ગ્રાઉન્ડ GMDCમાં આ કલાકારો બનાવશે ગરબા માટેનો માહોલ

Social Share

અમદાવાદ :દેશના કોઈ પણ ખૂણામાં ભલે નવરાત્રી થઈ રહી હોય, પરંતુ અમદાવાદ જેવી નવરાત્રીની મજા તો વિશ્વના એક પણ ખુણામાં આવે નહીં. અમદાવાદના પ્રખ્યાત ગણાતા ગરબા ગ્રાઉન્ડ એટલે કે જીએમડીસીના ગ્રાઉન્ડની તો આ વખતે આ ગ્રાઉન્ડ પર લોકોને ગરબાના તાલે નચાવવા માટે આ કલાકારો આવી રહ્યા છે.

ગુજરાતના 300 કલાકારો સોમવારે દિવસે એટલે કે પહેલા નોરતે સ્ટેજ ઉપર આદ્યશક્તિ આરાધારી થીમ ઉપર સ્ટેજ પરફોર્મન્સ આપશે. આ સમય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, રાજ્ય કક્ષાના પ્રવાસન મંત્રી અરવિંદ રૈયાની, રમતગમત મંત્રી હર્ષ સંઘવી સાંસદ કિરીટ સોલંકી અને હસમુખ પટેલ હાજર રહેશે. બીજા નોરતેથી ગ્રાઉન્ડ ખાતે ગાયક કલાકારો ખેલૈયાઓને ઝુમાવવા માટે સાંજે 7:00 વાગેથી ધૂમ મચાવશે.

પહેલા દિવસે આદ્યશકિત આરાધના થીમ પર ગરબાનું આયોજન.
બીજા દિવસે શ્યામલ સૌમિલ મુન્શી.
ત્રીજા દિવસે સમીર માના રાવલ.
ચોથા દિવસે દેવાંગ પટેલ અને દેવિકા રબારી.
પાંચમા દિવસે હિરલ બ્રહ્મભટ્ટ, પાયલ વખારિયા.
છઠ્ઠા દિવસે અમિત ઠક્કર અને દીપ્તિ દેસાઈ, દર્શના ગાંધી ઠક્કર
સાતમના દિવસે બ્રિજરાજ ગઢવી અને મિતાલી નાગ.
આઠમના દિવસે જયકાર ભોજક અને પાયલ શાહ.
નોમના દિવસે પ્રિયંકા બાસુ અને હિમાલી વ્યાસ.

ઉલ્લેખનીય છે કે નવલા નોરતાના નવે નવ દિવસ ખેલૈયાઓને પાસનાં ટેન્શન વગર ગરબા રમવા હોય તો તે એક માત્ર સ્થળ જીએમડીસી છે. અહી ન તો પાસનું ટેન્શન છે ન તો એન્ટ્રી ફી નું. જીએમડીસી પર રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલા નોરતાં નવ દિવસે ખેલૈયાઓને ગરબા ઘૂમવા મળશે. આ માટે મેમનગર વિસ્તારમાં આવેલા જીએમડીસી ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ માટે ગ્રીન કાર્પેટ પાથરવામાં આવી છે.