- શિયાળામાં વાળની સમસ્યા
- ડેમેજ હેરને કરવા છે રિપેર?
- અપનાવો આ આયુર્વેદિક ઉપાયો
વાળની સંભાળ માટે બજારમાં ઘણા પ્રોડકટ્સ ઉપલબ્ધ છે, પરંતુ તમે આયુર્વેદિક સારવાર તરફ પણ વળી શકો છો.ખાસ વાત એ છે કે તેની આડઅસર પણ નથી થતી અને તે શ્રેષ્ઠ પરિણામ પણ આપે છે.અમે તમને આવા જ કેટલાક આયુર્વેદિક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જે તમારા માટે વાળની સંભાળમાં ઉપયોગી થઈ શકે છે.
હેર સીરમ
આયુર્વેદિક હેર સીરમને રૂટીનનો એક ભાગ બનાવવાથી વાળને પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવામાં મદદ મળે છે. આ આયુર્વેદિક સીરમ એલોવેરા અને આર્ગન ઓયલ જેવી કુદરતી જડીબુટ્ટીઓથી ભેળવવામાં આવે છે, જે ડેમેજ હેરને રિપેર કરવામાં અસરકારક તરીકે ઓળખાય છે.
ઓયલ
આયુર્વેદિક હેર ઓયલની માલિશ કરવાથી વાળને માત્ર સારું પોષણ મળતું નથી, પણ તે સ્વસ્થ પણ રહે છે.એવું કહેવાય છે કે,અઠવાડિયામાં બે વાર આયુર્વેદિક હેર ઓયલથી માલિશ કરવી શ્રેષ્ઠ છે.જો તમે ઇચ્છો તો અશ્વગંધા અને અમાલ્કીમાંથી બનેલું આયુર્વેદિક હેર ઓયલ તમારા રૂટીનનો ભાગ બનાવી શકો છો.
શેમ્પૂ
આયુર્વેદિક શેમ્પૂમાં વિટામિન E, A, D, C અને K હોય છે, જે વાળ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.અઠવાડિયામાં લગભગ 3 વખત આયુર્વેદિક શેમ્પૂનો ઉપયોગ કરીને નુકસાન થયેલા વાળને રિપેર કરી શકાય છે.આ આયુર્વેદિક શેમ્પૂમાં આમળા અને મેથીના દાણાનો ઉપયોગ કરવામાં આવે છે.