1. Home
  2. ગુજરાતી
  3. માતા પિતાની આ ખરાબ ટેવો પણ બાળકોને જીદ્દી બનાવે છે,જાણીલો તમે પણ આવું નથી કરતા ને?
માતા પિતાની આ ખરાબ ટેવો પણ બાળકોને જીદ્દી બનાવે છે,જાણીલો તમે પણ આવું નથી કરતા ને?

માતા પિતાની આ ખરાબ ટેવો પણ બાળકોને જીદ્દી બનાવે છે,જાણીલો તમે પણ આવું નથી કરતા ને?

0
Social Share
  • માતા પિતાએ બાળકો સામે ઉંચા અવાજે ન બોલવું
  • માતા પિતાએ ક્યારેય બાળકો સામે ઝઘડો પણ ન કરવો
  • માતા પિતાની આ ટેવ બાળક પર ખારબ અસર કરે છે

 ઘણા માતા પિતાની ફરીયાદ હોય છે કે તેમના બાળકો  કહ્યામાં નથઈ અથવા તો બગડી ગયા છે કોઈ વાત માનતા નથી અને પોતાની મનમાની કરે ચે,પરંતુ દરેક કિસ્સામાં બાળકોનો જ વાંક હોય તે જરુરી નથી કારણે કે માતા પિતાની કેટલીક એવી આદતો હોય છે જે બાળકોને બગાડવામાં  જવાબદાર હોય છે તો આજે એવા જ માતા પિતા વિશેની કેટલીક વાત કરીશું જે આદતોથી બાળકો જીદ્દી બને છે.

 જો તમારી આદતો યોગ્ય નથી, તો ક્યાંક ને ક્યાંક તેની અસર બાળક પર પણ પડે છે. આવી સ્થિતિમાં કેટલીક આદતો બદલવી ખૂબ જ જરૂરી છે. આમ, સામાન્ય રીતે માતા-પિતામાં કેટલીક આદતો હોય છે, જેની બાળકો પર ખરાબ અસર પડે છે.

 એકબીજા સાથે ચિલ્લાઈને લડવું કે વાતો કરવી

 જો પતિ-પત્ની એકબીજા સામે બૂમો પાડીને લડતા હોય કે વાતો કરતા હોય તો તેની અસર બાળકો પર પડે છે. બાળક પણ ઘણી વખત ડરી પણ જાય છે અને રડવા લાગે છે. તેના વર્તનમાં અસભ્યતા અને ગુસ્સો જોવા મળે છે. તે અન્ય બાળકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે.જેથી જો તમને આવી આદત હોય તો આજથી જ બદલી દેજો પોચાના બાળક પર તેની ખરાબ અસર ન પડે ચેનું ધ્યાન તમારે રાખવાનું છે.

 બીજાઓની વાતો ઘરમાં બાળકો સામે કરવી

 જો તમારું કોઈ સંબંધી કે પાડોશી જોડે વ્યવહાર બગડ્યો છે તો તેની વાત તમે બાળકની ગેરહાજરીમાંમ કરો, બાળકની હાજરીમાં તમારા દુશ્મનોની વાત કરશો તો તેના મગજ પર ખરાબ અસર પડશે,તે પણ નાની વયે દુશ્મની ઝઘડો વગેરે શીખી જશે.જેથી કરી તમારા કોી પણ પ્રકારના ઝઘડાઓ થી બાળકોને દૂર રાખો.

 કોઈ પણ વસ્તુઓનું વ્યસન

 ઘણા કપલ કે જેઓ ટીવી સતત જોવી, મોબાઈલ સતત મચડવો કે પિતાને દારુ કે પછી ગૂટખા ખાવી જેવા વ્યસન હોય છે આવા કિસ્સામાં બાળક માતા પિતા પાસેથી જ શીખી છે પછી મોટા થઈને તેઓ પણ આમ કરે છે અને ત્યારે માતા પિતા બાળકોનો વાંક કાઢે છે પમ જો બાળકને દરેક જાના વ્યસનથી દૂર રાખવા હોય તો પહેલા એક માતા પિતા તરીકે તમારે તેનાથી દૂર થવું જોઈએ

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code