1. Home
  2. ગુજરાતી
  3. પાડોશી દેશ શ્રીલંકાના આ સુંદર સ્થળો,જે તમને મન મોહિત કરી દેશે
પાડોશી દેશ શ્રીલંકાના આ સુંદર સ્થળો,જે તમને મન મોહિત કરી દેશે

પાડોશી દેશ શ્રીલંકાના આ સુંદર સ્થળો,જે તમને મન મોહિત કરી દેશે

0
Social Share
  • ફરવા અને જોવા લાયક પાડોશી દેશના આ સ્થળો
  • સુંદર દ્રશ્યો મનને મોહિત કરી દેશે
  • એક નજર નાખો આ સ્થળો પર

ભારતનો પાડોશી દેશ શ્રીલંકા જેનો ઇતિહાસ રામાયણકાળ સાથે જોડાયેલો છે તેને આપણે રાવણનો દેશ તરીકે ઓળખીએ છીએ.એ સમયે લંકાપતિ રાવણનું રાજ્ય આ સ્થળે હતું.શ્રીલંકાનું જૂનું નામ લંકા હતું,પરંતુ બાદમાં શ્રી શબ્દ ઉમેરવામાં આવ્યો. દક્ષિણ એશિયામાં હિંદ મહાસાગરના ઉત્તરીય ભાગમાં દરિયાઈ ટાપુ પર સ્થિત આ દેશ ખૂબ જ સુંદર છે.

મિનટેલ: બૌદ્ધ સમુદાયના લોકો માટે આધ્યાત્મિક મહત્વ ધરાવતા આ સ્થળને પર્વતમાલા પણ કહેવામાં આવે છે. આ સ્થાન પર પહોંચ્યા પછી તમે આસપાસના સુંદર દૃશ્યોનો નજારો જોઈ શકો છો.

રાવણ વોટરફોલઃ એલા વન્યજીવ અભયારણ્યનો ભાગ ગણાતા આ સ્થાન પરના ધોધમાંથી પડતું પાણી દૂધ જેવું સફેદ દેખાય છે.કહેવાય છે કે,અહીં બેસીને આ નજારો જોવાથી મનને ઘણી રાહત મળે છે.

ગલ વિહારઃ આ એક પ્રકારનું શિલા મંદિર છે અને એવું કહેવાય છે કે, તેનું નિર્માણ 12મી સદીમાં પરાક્રમબાહુ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું.શ્રીલંકા આવતા પ્રવાસીઓ પણ આ સ્થળની મુલાકાત લેવાનું પસંદ કરે છે, કારણ કે તેમને અહીં કરવામાં આવેલ આર્કિટેક્ચર ગમે છે.

આદમનું શિખર: ખૂબ જ સુંદર સ્થાન પર સ્થિત આ સ્થાન પર ગૌતમ બુદ્ધનો મઠ છે.આ સ્થળનું આધ્યાત્મિક મહત્વ અહીં આવનારા લોકોને ગમે છે અને અહીં જે શાંતિ મળે છે તેનો કોઈ જવાબ નથી.

સિગરિયા રોક ફોર્ટઃ એવું કહેવાય છે કે,શ્રીલંકાના આ પ્રખ્યાત પર્યટન સ્થળનું નિર્માણ પાંચમી સદીમાં થયું હતું.અહીંના લોકો તેને વિશ્વની અજાયબીઓમાંની એક માને છે અને તે યુનેસ્કો હેરિટેજ પ્લેસ પણ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code