આ ગુણકારી પાંદડા ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના ‘પાક્કા દુશ્મન’ છે, દરરોજ સવારે ચાવવાથી ફાયદો થશે
ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ: સારા આરોગ્ય માટે આપણે હંમેશા મીઠા અને તેલયુક્ત ખોરાકથી દૂર રહેવું જોઈએ. જો આપણે કેટલાક લીલા પાંદડા ચાવીએ તો આપણે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓથી બચી શકીએ છીએ.
હાઈ કોલેસ્ટ્રલ અને ડાયાબિટીસની ગણતરી વર્તમાન સમયના ગંભીર રોગમાં થાય છે. તેના કારણે બીજા ઘણા રોગો પેદા થઈ શકે છે, જેનાથી માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. એવામાં જરૂરી છે કે આપણે આપણી દરરોજની જીવનશૈલીમાં અને ખાનપાનમાં બદલાવ લાવીએ અને એક સારા સ્વાસ્થ્ય તરફ પગલું ભરીએ, એના માટે આપણે થોડા લીલા પત્તાની મદદ લઈ શકીએ છીએ.
આ લીલા પાંદડા આરોગ્યના મિત્ર
પ્રકૃતિએ આપણને આવા અનેક પાંદડા આપ્યા છે, જેનું સેવન કરીએ તો ઘણી બીમારીઓને દૂર ભગાડી શકાય છે, એમાં વિટામિન, મિનરલ્સ, કેલ્શિયમ, ફાઈબર અને પ્રટીન જેવા મહત્વના પોષક તત્વો જોવા મળે છે, જે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખવામાં મદદ કરે છે.
ફુદીના ના પત્તા
ઉનાળાની ઋતુમાં ફુદીના ના પત્તાનો વપરાશ વધારે થાય છે. શેરડીનો રસ, લીંબુ પાણી અને જલજીરામાં ભેગા કરીને પીવાથી સ્વાદ સારો થઈ જાય છે. આનાથી શરીરની ઈન્યૂનિટી વધે છે. આ શરારને ડિટોક્સ કરીને શરીરને ફાયદો કરે છે. સાથે જ આ ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલથી પરેશાન લોકો માટે લાભદાયક છે.
લીમડાના ઝાડના પાંદડા
લીમડાના પત્તાના ઔષધી ગુણ વિશે બાળકો પણ જાણે છે. આના પત્તા, છાલ, લાકડી થી લઈ ફળનું સેવન ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આ પત્તા એંટી-ઈંફ્લેમેટરી, એંટીફંગલ અને એંટી-ઓક્સીડેંટ્સ ગુણોથી ભરપૂર હોય છે. આનાથી એલડીએલ અને હાઈ બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે.