Site icon Revoi.in

દરરોજ સવારે નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી થશે આ ફાયદા

Social Share

કોરોના મહામારીને પગલે લોકોમાં આરોગ્યને લઈને લોકોમાં જાગૃતિ વધી છે. તેમજ મોટી સંખ્યામાં લોકો યોગ અને કરસત કરી કરવાનું પસંદ કરી રહ્યાં છે. ત્યારે સૂર્ય નમસ્કારનું ખાસ મહત્વ છે. 12 યોગ આસનથી બનેલા સૂર્ય નમસ્કારના તમામ આસનોનું વિશેષ મહત્વ છે. સૂર્ય નમસ્કારથી આરોગ્ય સ્વસ્થ્ય રહેવાની સાથે વિવિધ બીમારીઓથી બચી શકાય છે.

દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. 12 આસનો દરમિયાન ઉંડો શ્વાસ લેવો પડે છે. જેથી શરિરને ફાયદો થાય છે. આમ આરોગ્યમાં સુધારો આવે છે.

સૂર્ય નમસ્કાર રોજ સવારે ખાલી પેટએ કરવાથી ફાયદો થાય છે. સૂર્ય નમસ્કારમાં પેટના અવયવો ખેંચાય છે. જેથી પાચનમાં સુધારો થાય છે. જેના પરિણામે કબજિયાત, અપચો તથા બળતરાની ફરિયાદોમાંથી છુટકારો મળે છે.

નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી પેટની માંસપેશીઓ વધારે મજબુત બને છે. તેમજ પેટની ચરબી પણ ઓછી થાય છે. નિયમિત સૂર્ય નમસ્કારથી આ ફાયદો જોવા મળે છે.

સૂર્ય નમસ્કારના વિવિધ આસનમાં ઉંડો શ્વાસ લેવો પડે છે. જેથી આ શ્વાસ ફેંફસા સુધી પહોંચે છે. જેના કારણે ઓક્સિજન સુધી લોહી પહોંચે છે. તેમજ કાર્બન ડાયોક્સાઈડ અને અન્ય ઝેરી ગેસથી પણ છુટકારો મળે છે.

નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે જેથી યાદ શક્તિમાં વધારો થાય છે. તેમજ નવર્સ સિસ્ટમ શાંત થઈ જાય છે. સૂર્ય નમસ્કાર અંતઃસ્ત્રાવ ગ્રંથીઓનું કાર્ય સામાન્ય બનાવે છે.

સૂર્ય નમસ્કારના તમામ આસનો કરવાથી આખી બોડી વર્કઆઉટ કરે છે. જેથી શરીરને લચીલુ બનાવે છે.

સૂર્ય નમસ્કારમાં શરીરના ખેંચાણથી સ્નાયુઓ અને અસ્થિબંધનની સાથે કરોડરજ્જુને મજબૂત બનાવે છે.

સૂર્ય નમસ્કાર કરવાથી મોઢા ઉપરની કરચોલિઓને દૂર કરે છે. એટલું જ નહીં ચહેરામાં ચમક જોવા મળે છે.

 

સૂર્ય નમસ્કાર કરવાથી વજન ઝડપથી ઓછું થઈ શકે છે. તેમજ રક્તવાહિની માટે શ્રેષ્ઠ વર્કઆઉટ છે.