વૃદ્ધત્વ શરૂ થતા જ શરીરમાં થાય છે આ મોટા ફેરફાર, આ બીમારીઓનો રહે છે ખતરો
વૃદ્ધાવસ્થા આવતા પહેલા શરીર ચોક્કસ પ્રકારના સંકેતો આપે છે, એટલું જ નહી વૃદ્ધાવસ્થામાં કેટલીક બીમારીઓ થાય છે. જીવન કુદરતી મર સાથે ચાલે છે. જે પ્રકારે બાળપમ પછી જવાની આવે છે, એ જ રીતે જવાની પછી ઘડપણ આવે છે. જવાનીમાં જેટલું શરીર મજબૂત અને સ્વસ્થ હોય છે, વૃદ્ધાવસ્થા આને છે, તેમ શરીર નબળું પડવા લાગે છે અને તેમાં ઘણા ફેરફાર થવા લાગે છે.
સામાન્ય રીતે 40 વર્ષની ઉંમર પછી શરીરમાં બદલાવ જોવા મળે છે. હાડકા કમજોર થવા, મસલ્સ લોસ, વિજન લોસ અને મગજ સબંધી ઘણા પ્રકારની મુશ્કેલીઓનો રીસ્ક ઘડપણ આવતા જ ડરાવવા લાગે છે.
વૃદ્ધાવસ્થાના ઉંબરે પહોંચ્યા પછી, શરીર કેટલાક સંકેતો આપવાનું શરૂ કરે છે. હાડકાં નબળાં થવા લાગે છે. થાક પ્રવર્તે છે. પાચન સમસ્યાઓ શરૂ થાય છે કારણ કે વૃદ્ધાવસ્થામાં મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે. હાઈ બીપી અથવા લો બીપીની સમસ્યા થવા લાગે છે. રાત્રે ઊંઘની કમી થાય છે.
વૃદ્ધાવસ્થામાં બીપી અસ્થિર રહે તે સામાન્ય બાબત છે. ચોક્કસ ઉંમર પછી, હાઈ અથવા લો બીપી હોવું જોખમી બની જાય છે. આ સમયે હાઈ બીપીના દર્દીઓમાં હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે. વૃદ્ધાવસ્થામાં આંખો નબળી પડી જાય છે અને મોતિયાનું જોખમ વધી જાય છે. નઝર કમજોર થવી, માયોપિયા, ગ્લુકોમા અને મોતિયા જેવા બીમારીનું જોખમ વૃદ્ધાવસ્થાના સંકેતો છે.
મસલ્સની કમજોરી પણ વૃદ્ધાવસ્થામાં આપણને પરેશાન કરે છે. આ ઉંમરે મસલ્સ ઘણીવાર લોસ થાય છે. આવામાં શરીરના મસલ્સ સંકોચવા લાગે છે. સ્નાયુઓની પેશીઓને નુકસાન થવાનું શરૂ થાય છે. તેનાથી શરીરની ફ્લેક્સિબિલિટી ઓછી થાય છે.