લગ્ન કરનારી સ્ત્રીના પગમાં આ સાંકળા, તેની શોભામાં કરે છે વધારો
દરેક સ્ત્રીનું જન્મની સાથે જ સપનું હોય છે કે તે જ્યારે લગ્ન કરે ત્યારે તેને ખુબ સજાવવામાં આવે અને દરેક સ્ત્રી હોય કે દિકરી તેને સજવા-ધજવાનો શોખ તો હોય જ, આવામાં જે સ્ત્રી લગ્નના મંડપમાં બેઠી હોય તેના પગમાં જો આ પ્રકારના સાંકળા અથવા ઝાંઝર અથવા પાયલ હોય તો તેની સુંદરતામાં અધધધ વધારો થાય છે. બધાએ જોયું છે કે લગ્ન દરમિયાન છોકરીઓ મોટાભાગે ભારે ચાંદીની પાયલ પહેરે છે. આ પાયલ દુલ્હનના લુકને પરફેક્ટ બનાવે છે.
ઓક્સિડાઇઝ્ડ પાયલ આજકાલ ટ્રેન્ડ બની ગયા છે. કન્યા સાત ફેરાથી લઈને લગ્ન પછી સુધી તેને પહેરવાનું પસંદ કરે છે. આ એંકલેટ્સ ક્લાસી લુક આપે છે. આ ઉપરાંત સ્ટોન પાયલ આજકાલ છોકરીઓને આકર્ષે છે. જો તમને પાયલની ડિઝાઈન સાથે થોડો અલગ પ્રયોગ કરવાની જરૂર હોય, તો સ્ટોન પાયલ તમારા માટે પરફેક્ટ છે. આ ફેશનેબલ અને સ્ટાઇલિશ લુક દુલ્હનને પસંદ આવે છે.
ફુલ લેન્થ પાયલ ખૂબ જ સુંદર લાગે છે. તેઓ તમામ પ્રકારની પાયલમાં સૌથી ભારે છે. આજના લગ્ન સમયે દુલ્હન આ પ્રકારના પાયલ ખૂબ પહેરે છે. મહેંદી સાથે દુલ્હનના પગ પર આ હેવી પાયલ ખૂબ સરસ લાગે છે.