સ્કિન કેન્સરની તરફ ઈશારો કરે છે ત્વચામાં થતા આ બદલાવ, નદરઅંદાજ કરવાની ભૂલ ભારે પડશે
સ્કિન કેન્સરના શરૂઆતી લક્ષણો જોઈને સમસ્યાનો અંદોજ લગાવવો મુશ્કેલ છે. કેમ કે તે નોર્મલ દેખાય છે. લાપરવાહી અને જાણકારીના અભાવને કારણે સમય જતાં ગંભીર બની જાય છે અને તમને લાગતું હોય કે સ્કિન કેન્સર ખાલી બહારની સ્કિન પર હુમલો કરે છે તો જણાવી દઈએ કે તેનાથી આંખો અને કાન પ્રભાવિત થઈ શકે છે.
• સ્કિનના તલરમાં બદલાવ
આ સૌથી કોમન લક્ષણ છે ખાસ કરીને મેલાનોમા સ્કિન કેન્સરમાં. મેલાનોમામાં, સ્કિન પર ઘાટા કલરનો ગઠ્ઠો દેખાય છે. ગઠ્ઠોનો રંગ બદલાતો રહે છે. તેનો અર્થ છે કે એકદમ ડાર્ક નઝર આવે છે તો ક્યારેક લાઈટ. આ સિવાય મેલાનોમા કેન્સરમાં સ્કિનના તલરમાં ફેરફાર પણ જોવા મળે છે.
• ખંજવાળ, દુખાવો અથવા જલન
બેસલ સેલ કાર્સિનોમા, સ્ક્વોમસ સેલ કાર્સિનોમા અને મેલાનોમા જેવા કેન્સરમાં જલન અને દર્દ સાથે હંમેશા ખંજવાળ આવી શકે છે. આ લક્ષણો ગંભીર હોય છે ખાસ કરીને સ્કિન પર ક્યાંક ફોલ્લીઓ અથવા ઘા હોય.
• લાલ તલ
મર્કેલ સેલ કાર્સિનોમા કેન્સરમાં લાલ કલરના મસાઓ વધવા લાગે છે. આ સ્કિનના એવા હિસ્સામાં થવાની સંભાવના વધારે છે જ્યાં સીધો સૂર્યપ્રકાશ મળે છે.
• સ્કિન કેન્સરથી બચવાના ઉપાયો
લાંબા સમય સુધી તડકામાં ન રહો. સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધીનો તડકો સૌથી ખતરનાક છે, તેથી તેનાથી દૂર રહો.
તડકામાં બહાર જતા પહેલા તમારા ચહેરા, હાથ-પગને બરાબર ઢાંકી લો. યુવી પ્રોટેક્શનવાળા ચશ્મા પહેરો.
મૌસમ ગમે તે હોય, સનસ્ક્રીન જરૂર લગાવો. દરેક બે થી ત્રણ કલાકે સનસ્ક્રીન લગાવતા રહો.