મહિલાઓની જાતીય સતામણીમાં આ દેશો ટોચ પર
કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે થયેલી બર્બરતા પર દેશભરમાં આક્રોશ છે. તે સિવાય દેશમાં અલગ અલગ જગ્યાઓ પર રેપની કેટલીક ઘટનાઓ સામે આવી રહી છે, જેના ચાલતા કેટલીક જગ્યાએ ડર અને કેટલીક જગ્યાએ ગુસ્સાનું વાતાવરણ છે. એવામાં જાણીએ કે દુનિયાના કયા દેશમાં સૌથી વધુ રેપના કેસ નોંધાયા છે. સંયુક્ત રાષ્ટ્રના 193 દેશોમાં કેટલાક દેશોને બલાત્કારના કેસોની સંખ્યાના હિસાબથી સ્થાન આપવામાં આવ્યું છે.
ભારત- આ લિસ્ટમાં ભારતનું નામ પ્રથમ આવે છે. જ્યારે મહિલાઓ સામેની હિંસાનું સ્તર હજી પણ ઊંચું છે, પછી તે નિર્ભયા રેપ કેસ હોય કે કોલકાતા બળાત્કાર કેસ, દેશમાં હજી પણ દરરોજ 86 બળાત્કારની ઘટનાઓ બને છે. ભારત ત્રણ મુદ્દાઓ પર સૌથી ખતરનાક રેટિંગ આપવામાં આવ્યું હતં- જાતિય હિંસા, સાંસ્કૃતિક અને પરંપરાગત પ્રથાઓ અને માનવ તસ્કરીના જોખમો, જેમાં બળજબરીથી મજૂરી, જાતીય ગુલામી અને ઘરેલું ગુલામીનો સમાવેશ થાય છે.
અફઘાનિસ્તાન- આ લિસ્ટમાં બીજા નંબર પર અફઘાનિસ્તાનનું નામ આવે છે. તાલિબાન શાસનમાં મહિલાઓ સામેની ક્રૂરતાના મોટાભાગના અહેવાલો આવી રહ્યા છે. આ દેશને ત્રણ ક્ષેત્રોમાં મહિલાઓ માટે સૌથી ખતરનાક દેશ માનવામાં આવે છે – બિન-જાતીય હિંસા, આરોગ્ય સંભાળ અને આર્થિક સંસાધનોની ઍક્સેસ.
સીરિયા- સાત વર્ષના ગૃહયુદ્ધ બાદ મહિલાઓની જાતીય સતામણીના મામલે સીરિયા ત્રીજા નંબરે આવે છે. સ્વાસ્થ્ય સેવા અને બિન-જાતીય હિંસા સુધી પહોંચવાની દ્રષ્ટિએ મહિલાઓ માટે બીજા સૌથી ખતરનાક દેશ તરીકે ગણવામાં આવે છે, જેમાં સંઘર્ષ સંબંધિત હિંસા તેમજ ઘરેલું શોષણનો સમાવેશ થાય છે. મહિલાઓના જાતીય શોષણનો અનુભવ કરવાના જોખમના સંદર્ભમાં તે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે.
સોમાલિયા – 1991થી સંઘર્ષમાં ફસાયેલા હોવાને કારણે તે ચોથા સ્થાને છે. સ્વાસ્થ્ય સેવાની પહોંચ અને તેમને હાનિકારક સાંસ્કૃતિક અને પરંપરાગત પ્રથાઓના જોખમમાં મૂકવાના સંદર્ભમાં તેને મહિલાઓ માટે ત્રીજા સૌથી ખતરનાક દેશ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આર્થિક સંસાધનોમાં મહિલાઓની પહોંચના સંદર્ભમાં તેને પાંચમો સૌથી ખરાબ દેશ માનવામાં આવે છે.