ફિલ્મ જગતના કલાકારો અને પૂર્વ ક્રિકેટરો હાલ પાનમસાલાની એડ કરીને કરોડની કમાણી કરી રહ્યાં છે. પરંતુ ભારતીય ટીમના પૂર્વ સ્ટાર બેસ્ટમેન સચિન તેડુંલકરએ આજ સુધી કોઈ યુવા પેઢીને ખરાબ અસર કરે તેવી જાહેરાત કરી નથી. સચિન તેડુંલકર જ નહીં પરંતુ કેટલાક એવા ખેલાડીઓ છે જેમણે પાન મસાલાની જાહેરાત કરવાથી દૂર રહ્યાં છે.
સચિન તેંડુલકરઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પણ આજે તમાકુ કે દારૂને પ્રોત્સાહન આપ્યું ન હતું. સચિને તેના પિતાને વચન આપ્યું હતું કે તે આવી વસ્તુઓને ક્યારેય પ્રોત્સાહન નહીં આપે.
રાશિદ ખાનઃ અફઘાનિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર રાશિદ ખાન હાલમાં ક્રિકેટ જગતના મોટા નામોમાંથી એક છે. રાશિદે ક્યારેય કોઈ તમાકુ કે નશીલા પીણાંનો પ્રચાર કર્યો નથી.
ઈમરાન તાહિરઃ સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ સ્પિનર ઈમરાન તાહિરનું નામ પણ એવા ક્રિકેટરોની યાદીમાં સામેલ છે જેમણે ક્યારેય તમાકુ કે દારૂનો પ્રચાર કર્યો નથી.
મોઈન અલીઃ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર મોઈન અલીએ પણ ક્યારેય તમાકુ કે દારૂનો પ્રચાર કર્યો નથી. ટીમની જીત બાદ પણ તે ઘણીવાર શેમ્પેન ખોલીને જતો રહે છે.
હાશિમ અમલાઃ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેનોમાંના એક હાશિમ અમલાએ ક્યારેય તમાકુ કે આલ્કોહોલનો પ્રચાર કર્યો નથી. અહેવાલો અનુસાર, તેણે ઘણી વખત તેની જર્સીમાંથી દારૂ અથવા તમાકુ કંપનીઓના લોગો પણ દૂર કર્યા છે, જેના માટે તેણે મેચ ફીમાં પણ ઘટાડો કર્યો છે.