Site icon Revoi.in

મહિલાઓના લૂકને વધુ સ્ટાઈલીશ બનાવે છે આ જુદા-જુદા પ્રકારની હીલ્સ વાળા ફૂટવેર

Social Share

મહિલાઓ પોતાને પરફએક્ટ લૂક આપવા કપડાથી લઈને ફૂટવેરની પણ પરફેક્ટ પસંદગી કરે છે, આ સાથે જ મોટા ભાગે હવે તે મેચિંગ ફૂટવેરનો પણ ક્રેઝ વધ્યો છે, ફૂટવેરમાં ખાસ કરીને તેવી મહિલાઓ કે જેની હાઈટ ઓછી છે તે મોટા ભાગે હીલ્સ વાળા ફૂટવેર પહેરવાનું સપંદ કરે છે, અને જો આછી હાઈટ વાળી મહિલાઓ આ પ્રકારના ફૂટવેર ઘારણ કરે છે તો તેમની હાઈટ લાંબી દેખાશે આ સાથે જ તેમનો લૂક પરફેક્ટ બનશે, તો ચાલો જોઈએ કયા કયા પ્રકારની હીલ્સથી મહિલાઓ પોતાને આકર્ષક બનાવી શકે છે.

સ્ટિલેટટો સેન્ડલઃ- આ એક હીલ્સ વાળો ફૂટવેરનો પ્રકાર છે,જે મહિલાઓને આકર્ષક બનાવવાની સાથે સાથે હાઈટેડ બનાવે છે આ સ્ટિલેટટોને કમ્ફર્ટેબલ ફૂટવેર ગણવામાં આવે છે. દેખાવમાં તદ્દન હલા ,ઉંચી હીલ્સ અને વજનમાં હલકા હોય છે.ખાસ કરીને જેની હાઈટ ઓછી હોઈ અને જેનું વજન ઓછું હોય તેવી મહિલાઓ કે ગર્લ્સ આ ફૂટવેરનો ઉપયોગ સરળતાથી કરી શકે છે, તેની હિલ્સ ખૂબ નાની હોય છે એટલે આરામદાક રીતે ચાલી શકાય છે.

પેન્સિલ હીલ્સઃ-આ હીલ્સ તમને આકર્ષક લૂક તો આપે જ છે, પરંતુ એક ઊંચી હાઈટ પ્રદાન કરે છે, આ હિલ્સની સાઈઝ વધુ ઊંચી હોય છે, એચટલે કેટલીક જ મહિલાઓને આ સરળતાથી ફઆવે છે, કારણ કે પેન્સિલની અણી પ્રમાણે એ ફૂટવેરની હિલ્સ હોય છે જેથી પહર્યા બાદ પમ ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે.

કિટન હીલ્સઃ- આ હીલ્સ નીચલા સ્તરની નીચે આવે છે. આ ફૂટવેર મહિલાઓને સુંદર અને મોહક બનાવે છે, મહિલાઓને આકર્ષક લૂક આપે છે,આ હિલ્સ મોટી ઉમંરની મહિલાઓ પણ પહેરી શકે છે કારણ કે આગળથી લઈને હીલ્સના ભાગ સુઘી સીધી લાઈનમાં સંપરૂર્ણ હીલ્સ હોય છે જેથી પહેરીને સરળતાથી ચાલી ફરી શકાય છે ,પડવાનો ડર રહેતો નથી.કિટન હીલ્સ ઓછી હિલ્સની શ્રેણીમાં આવે છે. ઇચ્છાઓ પૂરી કરવાની કોઇ ઉંમર નથી હોતી. તમે સોળ વર્ષના હોવ અથવા ચાળીસ વર્ષના કિટન હીલ્સ તમારી સમસ્યાનું સમાધાન લાવશે.

કોન હીલ્સઃ- કોન હીલ્સ એક કૂલ અને સૉફિસ્ટિકેટેડ એજીસ આપે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેઓ કંઇ પણ અને જે પણ તમે પહેરવા ઇચ્છો છો તે બધાની સાથે સારો જ લુક આપશે.