ખરાબ લાઇફ સ્ટાઇલ બાળકોના સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે.સૌથી વધારે નુકસાન ફિઝિકલ એક્ટિવિટીને કારણે થાય છે જે હાડકાને પ્રભાવિત કરે છે. આ સાથે જ ડાયટની ઉણપ પણ આ કારણોસર થાય છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે બાળકોમાં ગઠિયાના લક્ષણો જાણો અને સમય પર ડોક્ટરની સલાહ લો.
બાળકોમાં ગઠિયા થવાનું અનેક કારણ હોઇ શકે છે,પરંતુ આનું સૌથી મોટુ કારણ વારસાગત હોઇ શકે છે. તમારી ફેમિલીમાંથી કોઇને જુવેનાઇલ આર્થરાઇટિસની સમસ્યા છે તો સમય જતા એ બાળકોમાં આવી શકે છે.આ એક રીતે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ પર હુમલો કરે છે જેના કારણે અનેક સમસ્યાઓ ઉભી થઇ શકે છે.
બાળકોમાં ગઠિયાના રોગ માટે તમે અનેક પ્રકારના ઉપાયો કરી શકો છે. સૌથી પહેલા તો લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવો.આ બહુ જરૂરી બાબત છે. પછી ફિઝિકલ એક્ટિવિટી કરો અને ઘરની બહાર રમવા માટે બાળકને પ્રેરિત કરો. આ સાથે જ ફેટી અને પ્રોસ્ડેડ ફુડનું સેવન બંધ કરો નહીં તો મોટાપાનો ભોગ બનશો અને આર્થરાઇટિસનું કારણ બની શકે છે.