Site icon Revoi.in

શિયાળાની કડકડતી ઠંડીમાં આ ડ્રાયફ્રૂટ્સ આપના પરિવારને રાખશે ફિટ

Social Share

શિયાળામાં ડ્રાયફ્રૂટ્સ અવશ્ય ખાવા જોઈએ, તેનાથી શરીર ગરમ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. આ ઉપરાંત, તે શિયાળામાં અન્ય રોગોથી પણ રક્ષણ આપે છે. શિયાળાની ઋતુના આગમન સાથે શરીર માટે યોગ્ય પોષણ ખૂબ જ જરૂરી છે. ખજૂર, બદામ, અખરોટ, કાજુ અને કિસમિસ જેવા ડ્રાયફ્રુટ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તેમના પોષક મૂલ્યો છે.

આ ડ્રાય ફ્રુટ્સ શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી અને હૂંફ આપે છે અને ઈમ્યુનિટી પણ મજબૂત કરે છે. જેના કારણે શિયાળામાં થતા સામાન્ય રોગોથી રક્ષણ મળે છે. ઠંડા વાતાવરણમાં ગરમ ખોરાક ખાવાથી આરામ મળે છે. ડ્રાયફ્રુટ્સમાં વિટામીન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને વાઈરસ તથા ઈન્ફેક્શન સામે લડવાની શક્તિમાં વધારો કરે છે.

અખરોટઃ આ એ ડ્રાય ફ્રુટ છે જેની તાસીર ગરમ છે. શિયાળાની ઋતુમાં અખરોટનું સેવન ખાસ કરીને ફાયદાકારક છે કારણ કે તે શરીરને અંદરથી ગરમ રાખે છે. અખરોટમાં હેલ્ધી ફેટ્સ, પ્રોટીન, વિટામીન E, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે. આ બધા મળીને ઉર્જા પ્રદાન કરે છે અને શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે. શિયાળામાં નિયમિતપણે અખરોટનું સેવન કરવાથી શરીરને અંદરથી ગરમ અને ઠંડીથી બચાવી શકાય છે અને રોગોથી બચી શકાય છે.

બદામઃ બદામની તાસીર ગરમ હોય છે અને આપણા શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે. તેમાં હેલ્દી ફેટ્સ, પ્રોટીન, ફાઈબર, વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ બધા મળીને શરીરને ગરમી આપે છે અને ઠંડીની અસર ઘટાડે છે. શિયાળામાં દરરોજ બદામનું સેવન કરવાથી આપણે શરદી, ખાંસી અને અન્ય રોગોથી પોતાને બચાવી શકીએ છીએ.

કાજુઃ કાજુમાં કેલરી અને ચરબી વધારે હોય છે જે શરીરને ગરમ રાખે છે. શિયાળામાં દરરોજ કાજુ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને વાયરસ તથા ચેપથી બચી શકાય છે. શરીર પણ અંદરથી ગરમ રહે છે.

પિસ્તાઃ પિસ્તાની ગરમ તાસીર શિયાળામાં શરીરને અંદરથી ગરમ કરવાનું કામ કરે છે. પિસ્તામાં કેલરી, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, વિટામિન બી6, આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને અન્ય મિનરલ્સ હોય છે.