શિયાળામાં સ્કિન પર થતા ખીલથી છૂટકારો આપે છે આટલા ફેસપેક,જેને ઓછા ખર્ચે ઘરે જ બનાવી શકો છો.
- લીમડો અને મુલતાની માટી શિયાળામાં ત્વચાને માટે બેસ્ટ ઓપ્શન
- હોમમેડ ફેસપેક તમારી ત્વચા પરના ખીલ દૂર કરે છે
હાલ શિયાળો આવી ગયો છએ ત્યારે સ્કિનને લઈને દરેકને ઘણી સમસ્યાઓ સતાવે છે આવી સ્થિતિમાં આપણે કેટલાક હોમમેડ ફેસપેકની વાત કરીશું જે કુદરતી તત્વોમાંથી બનાવામાં આવે છે જે તમારી ડ્રાય ત્વચાને કોમળ તો બનાવશે જ સાથે ખીલ અને બ્લેકહેડ્સ જેવી સમસ્યામાંથી પમ છૂટકારો આપશે, ખાસ શિયાળામાં આ ફેસપેક તમારી ત્વાચેને રક્ષણ આપે છે તો ચાલો જોઈએ આ ફેસપેક વિશે.
મુલતાની માટી અને ગુલાબજળ પેક
ત્વચા માટે મુલતાની માટી ખૂબ જ રામબાણ ઈલાજ છે જે ડ્રાય ત્વાચને પણ કોમળ બનાવે છે,સાથે જ પિમ્પલ્સ અને ખીલની સમસ્યાને પણ દૂર કરે છે. મુલતાની માટીમાં થોડું ગુલાબજળ અને હળદર મિક્સ કરીને પેક બનાવો અને તેને તમારા ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ પછી ધોઈ લો.આમ કરવાથી સ્કિન પરના ડાઘ પર દૂર થાય છે.
મલાઈ અને હરદળ ,બેસન
બેસન ઓછું લઈને તેમાં મલાઈ બે ગણી અને 1 ચમચી હરદળ નાખઈને પેસ્ટ બનાવો તેને ચહેરા પર લગાવો સુકાઈ ગયા બાદ વોશ કરીલો આમ કરવાથી ત્વચા પર ખીલ થશે નહી અને બ્લેક હેડ્સથી પણ છૂટકારો મળશે.
ચંદન અને મધનો પેક
ચંદન ચહેરાને ઠંડક આપવાનું કામ કરે છે અને તે એન્ટિસેપ્ટિક અને બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે. ચંદન પાવડરમાંમધ મિક્મિસ કરીને લગાવાથી ત્ક્સવચા કોમળ બને છે અને ડલ ત્વચા ગ્લો કરે છે, તેનાથી પિમ્પલ્સ ની સમસ્યામાં રાહત મળી જાય છે.
લીમડો અને ગુલાબજળનો પેક
લીમડો એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણોથી ભરપૂર છે, જે ખીલને દૂર કરવામાં મદદ કરે છે. લીમડાના તાજા લીમડાના પાનને થોડા ગુલાબજળ સાથે વાટીને પેસ્ટ બનાવી ચહેરા પર લાગવી 20 મિનિટ રહેવા દો ત્યાર બાદ વોશ કરીલો. આમ કરવાથી તમારા ચહેરા પર થતા ખીલની સમસ્યામાં રહાત મળશે.