પ્રકૃતિ પાસે મનુષ્યોને આપવા માટે ઘણી વિશેષ વસ્તુઓ છે પરંતુ લોકો પોતાની ઓફિસ અને ઘરની દોડધામમાંથી ઉંચા આવતા નથી. આપને પણ લાગતું હશે કે, કોઈ શાંત જગ્યા ઉપર જઈને બેસીએ. ભારતના એવા સ્થળો કે જ્યાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સૌથી સુંદર દેખાય તે વિશે જાણીએ.
- ડાલ ઝીલઃ જમ્મુ-કાશ્મીરમાં મંત્રમુગ્ધ કરનારી આ ઝીલમાં સૂર્યાસ્તને જોવો એ કોઈ ચમત્કારથી ઓછો નથી. અહીં સર્યોદય અને સુર્યાસ્તની છટા જોતા જ બને છે. ઝીલમાં તરતી હાઉસબોટની બારઓમાંથી દેખાય છે સનલાઈઝ અને સનસેટનું અદભૂત દ્રશ્ય આપને એક અલગ જ દુનિયાનો અનુભવ કરાવે છે.
- લેહ-લદાખઃ લેહ-લદાખની સુંદર ઘાટીઓમાં સૂર્યોદય અને સૂર્યાસ્તનો જાદુઈ નજારો એકવાર આપની ઓંખોથી જોવો જોઈએ. જે આપને અહીં જ રહેવા મજબુર કરશે.
- રાધાનગર બીચ, હેવલોક આઈલેન્ડઃ અંડમાન અને નિકોબાર સુંદર સ્થળોમાં હોવા જોઈએ. જ્યારે આ દ્રીપની યાત્રાનું આયોજન કરતો તો સમુદ્ર કિનારાની યાત્રા જરૂર કરવી જોઈએ. આ તટ એશિયામાં સૌથી સારા દરિયા કિનારામાં મનાય છે.
- ઉમિયમ ઝીલ, મેઘાલયઃ આ પૂર્વોત્તર રાજ્યના લોકો કિસ્મતવાળા અને ભાગ્યશાળી છે. તેઓ પોતોના ઘરની બારીમાંથી આકાશમાં આ સુંદર નજારો નિહાળી શકે છે. જો આપ શિલોન્ગની યાત્રા કરો તો એકવાર આ સનરાઈઝ અને સનસેટનો નજારો જરૂરથી નિહાળો.
- કન્યાકુમારી, તમિલનાડુઃ ભારતના સૌથી દક્ષિણ છેડે આવેલું કન્યાકુમારી સુપ્રદ્ધ સૂર્યાસ્ત સ્થળોમાં એક છે. અહીં સૂરમ્ય અને મનમોહન નજારો પ્રવાસીઓ અને ફોટોગ્રાફરોને વર્ષ સુધી આકર્ષિત કરે છે.