વરસાદમાં પલડ્યા પછી ભીના કપડા પહેરી રાખવાથી થાય છે આ પાંચ હેલ્થ પ્રોબ્લેમ્સ
જ્યારે વરસાદમાં પલડી જાઓ પછી ભીના કપડાં પહેરો છો, તો તેનાથી ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. વરસાદમાં પલડ્યા પછી ભીના કપડા પહેરવા હેલ્થ માટે સારા નથી. કેમ કે શરદી અને ખાંસી થઈ શકે છે. ભીના કપડાથી શરીરને ઠંડક મળે છે. શરીર ઠંડુ થાય છે, ત્યારે ઠંડી લાગવા લાગે છે. છીંક આવવા લાગે છે અને નાક વહેવા લાગે છે. તેથી, વરસાદમાં ભીના થયા પછી, તરત જ કપડાં બદલી નાખવા જોઈએ.
ભીના કપડાં આપણી ત્વચાને ચોંટી જાય છે. જેના કારણે ત્વચાને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેથી ખંજવાળ આવી શકે છે અથવા સ્કિન પર નાની ફોલ્લીઓ દેખાઈ શકે છે. ક્યારેક ફંગલ ઇન્ફેક્શન પણ થાય છે. તેથી ભીના કપડા ઝડપથી બદલવા જોઈએ.
ભીના કપડા પહેરવાથી શરીરને ઠંડક મળે છે. જેના કારણે આપણા સ્નાયુઓ જકડાઈ જાય છે. ત્યારે શરીરમાં દુખાવો થવા લાગે છે. ચાલવામાં તકલીફ થાય છે અને શરીરમાં જકડન મહેસુસ થાય છે. તેથી ભીના કપડાને ઝડપથી બદલવા જરૂરી છે.
તાવ: લાંબા સમય સુધી ભીના કપડા પહેરવાથી શરીરનું તાપમાન ખુબ ઘટી શકે છે. તેનાથી તાવ આવી શકે છે.
યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (યુટીઆઈ): ભીના કપડા પહેરવાથી બેક્ટેરિયા વધવા માટે સારું વાતાવરણ બને છે, જે યુટીઆઈનું કારણ બની શકે છે.