આજકાલ ઘણા લોકો માઈગ્રેનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે આવી સ્થિતિમાં આ સમસ્યાથી પરેશાન લોકોએ પોતાની ખાણી પીણી પર ખાસ ધ્યાન આપવું જોઈએ નહી તો કેટલીક વખત સમસ્યા વધી શકે છે,માઈગ્રેન વધુ તણાવ લેવાથી, વધુ કામ કરવાને કારણે, આંખોમાં વધુ પ્રકાશ આવવાને કારણે, ઊંઘની સમસ્યા હોવાને કારણે અથવા માથામાં યોગ્ય રીતે રક્ત પરિભ્રમણ ન થવાને કારણે થાય છે. માઈગ્રેનની બીમારી દવાઓ કરતાં તમારા ભોજનની પદ્ધતિઓથી મટાડી શકાય છે.
માઈગ્રેન એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ વારંવાર ગંભીર માથાનો દુખાવો અનુભવે છે, સામાન્ય રીતે તેની અસર અડધા માથામાં જોવા મળે છે અને દુખાવો આવતો-જતો રહે છે. જો કે, ઘણા લોકોમાં આ દુખાવો આખા માથામાં પણ થાય છે.
અમેરિકન માઇગ્રેન એસોસિએશનપ્રમાણે, ચોકલેટ 22 ટકા લોકોમાં માઇગ્રેનને વધારે છે. જોકે લોકોને ચોકલેટ ખૂબ જ ગમે છે.તેમણે તેને ખાવી ટાળવી જોઈએ નહી તો માઈગ્રેન વધે છે અને જેને નથી તેને થલવાની શક્યતાઓ વધે છે.જો માપમાં ચોકલેટ ખાવામાં આવે તો સમસ્યા થતી નથી.
આ સાથે જ આલ્કોહલનું સેવન ટાળું જોઈએ જેનાથી માઈગ્રેનની સમસ્યાઓ વધી જાય છે.રેડ વાઈન માઈગ્રેનના દર્દીઓ માટે યોગ્ય નથી, જો શક્ય હોય તો તેનાથી અંતર રાખો. માઈગ્રેન એસોસિએશનના જણાવ્યા અનુસાર, આનાથી માથાનો દુખાવો તેમજ અન્ય ઘણી બીમારીઓ થાય છે.
માઈગ્રેનમાં કેફીન યુક્ત ખોરાક, વધુ પડતા મરચા મસાલા, જંક ફૂડ ટાળવું જોઈએ. આ સાથે, તમારે તૈયાર વસ્તુઓના સેવનથી પણ બચવું જોઈએ. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સંજોગોમાં ચા, કોફી અને કોલ્ડ ડ્રિંક્સ પીવું પણ યોગ્ય નથી.
આ સાથે જ માઈગ્રેન ધરાવતા લોકોએ કોફીનું સેવન ટાળવું જોઈએ કોફીમાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે, તેથી કોફી પીવાથી માથાનો દુખાવો વધે છે, તેથી તેને ટાળવી જોઈએ.
બીજી તરફ ચીઝ પણ માઈગ્રેન ધઘરાવતા લોકો માટે હાનિકારક સાબિત થાય છે,પનીર ખાવાથી માઈગ્રેનનો દુખાવો વધે છે, ચીઝ કે પીનટ બટરથી દૂર રહેવું જોઈએ.