Site icon Revoi.in

કારેલા સહીત આ વસ્તુઓ જે તમારા સુગરને રાખશે નિયંત્રણમામં. આજથી જ શરુ કરો આ વસ્તુઓનું સેવન

Social Share

ભારત દેશમાં ડાયાબિટીઝના દર્દીઓની સંખ્યા વધી રહી છે આવી સ્થિતિમાં દવાની સાથે-સાથે વનસ્પતિ અને શાકભાજી પણ મહત્વનો ભાગ ભજવે છે. જેમ કે કારેલા ભીંડા આ શાકભાજી એવા છે કે જેના સેવનથી સુગર કંટ્રોલ થાય છે. આ સાથે જ જો વનસ્પતિની વાત કરવામાં આવે તો લીમડાના પાન, લીમડાની છાલ ખૂબ કારગાર સાબિત થાય છે.

ચણોઠીના પાન

આ સાથે જ ચણોઠીના પાન પણ સુગરના દર્દીઓ માટે ગુણકરા માનવામાં આવે છેતે સહીત આ પાન મોઢામાં પડેલી ચાંદીઓ અને ગરમીને શોશી લે છે.ડાયાબિટીસથી બચવા માટે આ કેટલીક ઔષધિઓ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

કઢી લીમડો

મીઠા લીમડાના પાંદડા મોટાભાગે ભારતીય ઘરોમાં જોવા મળે છે કારણ કે તે ઘણી ભારતીય વાનગીઓમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એક ખૂબ ટેસ્ટી વસ્તુ છે, પરંતુ શું તમે જાણો છો કે આ પાંદડા ચાવવાથી લોહીમાં ખાંડની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ મળે છે

ગિલોય

આ જડીબુટ્ટીનું સેવન સવારે જ્યુસ કે ચાના રૂપમાં કરી શકાય છે. માત્ર થોડા પાન ધોઈ ચાવવાથી ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને નિયંત્રિત કરવામાં, ચયાપચયમાં સુધારો કરવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવા, યકૃત અને બરોળની કામગીરીમાં સુધારો કરવામાં મદદ કરે છે

કડવો લીમડો

આ સામાન્ય જડીબુટ્ટીઓ ઇન્સ્યુલિન સંચાલનમાં અસરકારક છે. હકીકતમાં લીમડામાં કડવો સ્વાદ હોય છે. આમ તેને ચા તરીકે અથવા ડિટોક્સ વોટર સાથે મિક્સ કરીને પી શકાય છે.

અશ્વગંધા

અશ્વગંધા શુગરને નિયંત્રિત કરવામાં, ચયાપચયમાં સુધારો કરવામાં, મગજની કામગીરી માટે ઉત્તમ, તણાવ, થાક ઘટાડવા અને મગજની સતર્કતા વધારવામાં મદદ કરે છે.