Site icon Revoi.in

 કોરોનાની સ્થિતિમાં ઈમ્યૂનિટી મજબૂત બનાવા આ ફળો અને મસાલાનું સૌથી વધુ થયું સેવન

Social Share

વિતેલા વર્ષ દરમિયાન કોકરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો હતો, કોરોનાના દર્દીઓએ મોટા પ્રમાણમાં ફળો ખાવાનો આગ્રહ રાખ્યો,ડોક્ટર્સએ પણ દર્દીઓને મોસંબી નારિયેળ દેવા ફળોનું સેવન કરવા કહ્યું જેને લઈને બમણી કિમંતોમાં આ ફળો વેચાતા થયા હતા, ત્યારે આજે વાત કરીશું વિતેલા વર્ષે સૌથી વધુ વેચાયેલા ફળોની

કોરોનામાં લોકોએ સ્વાસ્થ્ય અને સ્વસ્થ આહારનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. કોવિડ દરમિયાન, અમે બધાએ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે નિષ્ણાતની સલાહથી લઈને આયુર્વેદિક દવાઓનું વેચાણ વધ્યું હતું.

ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રોગપ્રતિરોધક શક્તિ મજબૂત કરવા માટે આ વર્ષે લીલા શાકભાજીનો ખૂબ ટ્રેન્ડ રહ્યો હતો.
ફળોમાં વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. ફળોમાં નારંગી, લીંબુ અને કીવી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરશેવિતેલા વર્ષ દરમિયાન આ વસ્તુઓનો ભરપુર ઉપયોગ થયો.

આ સાથે જ મરી મસાલા પણ ભરપુર ઉપયોગમાં લેવાયો,લવિંગ, કાળા મરી અને હળદર જેવા ભારતીય રસોડામાં હાજર મસાલાનો ઉપયોગ લોકો દ્વારા પ્રતિરક્ષા મજબૂત કરવા અને વાયરલ સંક્મણને ટાળવા માટે આખા વર્ષ દરમિયાન કરવામાં આવે છે. લવિંગ, કાળા મરી અને હળદરમાં જોવા મળતા ગુણો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે જેને લઈને આ વસ્તુઓ નાર્કેટમાં ખૂબ ઉપડી.