ડાયાબિટીઝના દર્દીઓનું બ્લડ સુગર ન વધે તે માટે કેટલાક ફળોનું સેવન ટાળવું જોઈએ
- ડાયાબિટીઝના દર્દીઓ માટે આ ફળો જોખમી
- બ્લડ સુગરનું લેવલ વધી શકે છે
આમ તો દરેક લોકો શાકભાજી અને ફળો ખાતા હોય છે અનેક ડોક્ટર્સ અને નિષ્ણાંતોના મતે પણ શાકભાજી ફળો ખૂબ ગુણકારી હોય છે,જો કે આજે વાત કરીશું કેટલાક એવા ફળો વિશે જે ડાયાબિટીઝના દર્દીઓ માટે ગુણકારી નથી તેને ખાવીથી તેમન ું બ્લડ સુદર વધી જાય છે તો ચાલો જાણીએ ડાયાબિટીઝના દર્દીઓ કેવા ફળો ન ખાવા જોઈએ .એવા ફળો કે જેમાં ફએટ વધારે અને મીઠાસ વધારે હોય તેને ખાવાનું અવોઈડ કરવું જોઈએ
અનાનસઃ- પાઈનેપલમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. એક કપ અનાનસના રસમાં લગભગ 16 ગ્રામ ખાંડ હોય છે. પાઈનેપલના વધુ પડતા સેવનથી લોહીમાં ગ્લુકોઝની માત્રા વધી જાય છે. તેથી ડાયાબિટીસથી પીડિત લોકોએ તેને ખાવાનું ટાળવું જોઈએ.
કેરી કેરીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 100 ગ્રામ કેરીમાં લગભગ 14 ગ્રામ ખાંડ હોય છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓએ તેને ન ખાવું જોઈએ. તે બ્લડ સુગર વધારી શકે છે.
કેળા- ડાયાબિટીસના દર્દીઓ માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. તેમાં ખાંડ અને કાર્બોહાઇડ્રેટ બંને વધુ હોય છે, જેના કારણે બ્લડ સુગર વધી શકે છે. તેથી ડાયાબિટીસમાં કેળાનું સેવન ટાળો.
ચીકુ – ડાયાબિટીસના દર્દીઓએ પણ ચીકુ ખાવાનું ટાળવું જોઈએ. તે ખાવામાં ખૂબ જ મીઠા હોય છે અને તેનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ પણ ઘણો વધારે હોય છે.જે સુગર લેવલ વધારી શકે છે.