યુરિક એસિડને ઓછું કરવામાં મદદ કરે છે આ ફળો,જાણો લો તેના વિશે
આજના સમયમાં લોકોનો ખાવાનો સમય નક્કી હોતો નથી ક્યારેક લોકો વહેલા જમે છે તો ક્યારેક લોકો અયોગ્ય સમય પર જમે છે. આ કારણોસર શરીરને અનેક પ્રકારની તકલીફ પડે છે અને પછી અનેક પ્રકારની શરીરમાં સમસ્યા પણ ઉભી થાય છે જેમાં કેટલાક લોકોને યુરિક એસિડની સમસ્યા થવા લાગે છે.
હવે જે લોકો આ પ્રકારની સમસ્યા હોય તે લોકોએ આ પ્રકારના ફળોનું યોગ્ય રીતે સેવન કરવું જોઈએ જેથી કરીને તેઓ આ સમસ્યાથી રાહત મેળવી શકે. જાણકારી અનુસાર કોફી પીવાથી રાહત મળી શકે છે, અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા કેટલાક સંશોધનો અનુસાર, કોફી પીવાથી યુરિક એસિડ થવાનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
યુરિક એસિડ ઘટાડવા માટે કેળા પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જો દર્દીઓને દરરોજ ઓછામાં ઓછું એક કેળું ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમાં આવા ઘણા ખાસ પોષક તત્વો મળી આવે છે, જે લોહીમાં યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત સફરજન માત્ર ટેસ્ટી જ નથી પણ ઘણા સ્વાસ્થ્ય લાભો ધરાવતું ફળ છે. સફરજનમાં મોટા પ્રમાણમાં ડાયેટરી ફાઈબર જોવા મળે છે. ફાઇબર યુરિક એસિડને શોષી લે છે, જે પછી પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.
આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.