વાળને જાડા બનાવવામાં મદદ કરશે આ હેલ્ધી ફૂડ્સ,આજે જ ડાયટમાં કરો સામેલ
- વાળને જાડાં અને મજબૂત બનાવવા છે ?
- તો ડાયટમાં સામેલ કરો આ ખોરાક
- વાળને લગતી સમસ્યાઓ થઇ જશે ખતમ
હેલ્ધી અને મજબૂત વાળ આજકાલ દરેકની જરૂરિયાત બની ગઈ છે, કારણ કે અત્યારે બધાંના વાળ ખરે છે.આ ખરતાં વાળની સમસ્યા કઈ રીતે દૂર કરવી તેના માટે લોકો અનેક ઉપાયો પણ કરતાં હોય છે જેમાંથી કેટલાક અસર કરે છે અને કેટલાક અસર નથી કરતાં.એવામાં વાળને ઊંડું પોષણ આપવા માટે હેલ્ધી ખોરાક ખાવાની જરૂર છે.તો ચાલો જાણીએ કે,હેલ્ધી વાળ માટે તમે કયા ખોરાકને ડાયટમાં સામેલ કરી શકો છો.
વાળને મજબૂત અને ઝાડા બનાવવા માટે અળસીના બીજ ખૂબ જ ફાયદાકારક છે.તેમાં B વિટામિન્સ અને અન્ય ખનિજોથી સમૃદ્ધ છે. વિટામિન બી તમારા વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ફ્લેક્સસીડમાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે.
પ્રોટીનની ખામીને કારણે પણ વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે. ચણામાં પ્રોટીન, મેંગેનીઝ, ફોલેટ અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે. તેઓ વાળના વિકાસમાં મદદ કરે છે.તેઓ વાળ ખરતા અટકાવે છે. મેંગેનીઝ અને ઝિંકની ઉણપને કારણે વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં તમે તમારા આહારમાં ચણાનો સમાવેશ કરી શકો છો.
વાળને મજબૂત અને સ્વસ્થ બનાવવામાં પાલક ખુબ જ મદદરૂપ થાય છે.પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન, વિટામિન એ અને સી અને પ્રોટીન હોય છે.એક કપ રાંધેલી પાલકમાં લગભગ 6 મિલિગ્રામ આયર્ન હોય છે. પાલકમાં મળતું વિટામિન A વાળ માટે ખૂબ જ જરૂરી છે.તે માથાની ચામડી અને વાળને શુષ્કતાથી બચાવવામાં મદદ કરે છે.તેનાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.