Site icon Revoi.in

ભારતની આ ઐતિહાસિક જગ્યાઓ વિશ્વ ધરોહરની યાદીમાં છે સામેલ

Social Share

ભારતમાં એવી ઘણી ઐતિહાસિક ઈમારતો અને જગ્યાઓ છે, જે માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરના યાત્રીઓ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે.આ સ્થાનોને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યા છે.જાણો આ ઐતિહાસિક સ્થળો વિશે..

કુતુબ મિનારઃ કહેવાય છે કે,ઈંટોથી બનેલો આ દુનિયાનો સૌથી ઉંચો મિનાર છે.આ સુંદર અને ઐતિહાસિક ઈમારતને વર્ષ 1993માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી.

હવા મહેલ: જયપુરમાં સ્થિત હવા મહેલને તાજેતરમાં 3 વર્ષ પહેલા એટલે કે 2019માં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સૂચિનો એક ભાગ બનાવવામાં આવ્યો હતો.જયપુર જતા લોકો આ સ્થળની મુલાકાત લેવા ચોક્કસથી જાય છે.

તાજમહેલ: જ્યારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની વાત આવે છે, તો તાજમહેલને કેવી રીતે ભૂલી શકાય, પ્રેમનું ઉદાહરણ અને ભારતનું ગૌરવ. તાજમહેલ જોવા માટે વિદેશથી પણ લોકો મોટી સંખ્યામાં પહોંચે છે.

ફતેહપુર સીકરી:એવું કહેવાય છે કે,આ ઐતિહાસિક સ્થળનું નિર્માણ મુગલ બાદશાહ અકબરે કરાવ્યું હતું.યુનેસ્કોએ તેને 1986માં વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કર્યું હતું.આ ઇમારત ખાતે મોટી સંખ્યામાં લોકો આવે છે.

કાઝીરંગા નેશનલ પાર્કઃઆસામમાં સ્થિત કાઝીરંગા નેશનલ પાર્કને વર્ષ 1985માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.તેમજ વર્ષ 2006માં તેને ટાઇગર રિઝર્વ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.