Site icon Revoi.in

મહેંદીનો રંગ ઘટ્ટ લાવવો છે, તો હાથમાં મહેંદી લગાવ્યા બાદ ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલો

Social Share

દરેક સ્ત્રીઓ હાથ પર મહેંદી લગાવ્યા બાદ ઈચ્છે છે કે તેની મહેંદીનો રંગ ઘટ્ટ આવે, અને કહેવાય છે કે જેનો સુહાગ પોતાની પત્નિને પ્રેમ જેટલો વધુ કરતો હોય કલર તેટલો ઘાટ્ટો આવે જો કે આ તો ખાલી માન્યતા છે,પણ ખરેખર મહેંદીનો રંગ ઘટ્ટ લાવવો હોય તો તેના માટે મહેંદી લગાવ્યા બાદ કેટલીક કાળજી લેવાની જરુર છે. જેના થકી તમારો મહેંદીનો રંગ ખૂબ ઘટ્ટ આવશે. તો ચાલો જાણીએ મહેંદી લગાવ્યા બાદ શું શું ન કરવું જોઈએ.

ક્યારેય મહેંદી લગાવ્યા બાદ ન કરો આટલી ભૂલ

તમે જ્યારે પણ હાથમાં મહેંદી લગાવો છો ત્યારે પહેલા તો હાથની હથેળી અને પુરા હાથ પર નીલગરીના તેલ વડે માલિશ કરીને તેલ ચોપડી લો ત્યાર બાદ જ મહેંદી લગાવાની શરુઆત કરો જેથી મહેંદીનો રંગ ઘટ્ટ આવે છે.

મહેંદી લગાવ્યા પછી તમારા હાથને શેવ કે વેક્સ ન કરો. જો તમારે આ બધું કરવું જ હોય ​​તો પહેલા કરીલો અને પછી જ તમારા હાથ પર મહેંદી લગાવો , આમ કરવાથી તમારી ત્વચાનો ઉપરનો પડ ઉતરી જાય છે, જેના કારણે મહેંદીનો રંગ ફિક્કો પડી જાય છે.

મહેંદી લગાવ્યા હબાદ મહેંદી થોડી સુકાવવા આવે એટલે તેને ચોટાંડી રાખવા માટે ખાંડ અને લીબુંના પાણીનો ઉપયોગ કરો જેથી કરીને મહેંદી લોંગ ટાઈમ ખરશે નહી અને હાથ માં ચોંટેલી રહેશે જેથી રંગ આવશે.

જો તમે તમારા હાથ અને પગની મહેંદીને ઝડપથી સૂકવવા માટે બ્લો ડ્રાયરનો ઉપયોગ કરો છો, તો મહેંદીનો રંગ ઘાટો નહીં થાય. આ તમારી મહેંદી ઓગળી શકે છે અને મેંદીની ડિઝાઇન બગાડી શકે છે.જેથી કુદરતી પવન કે પંખામાં મહેંદી સુકાવાનો આગ્રહ રાખો.

મહેંદી લગાવ્યા બાદ તે સુકાઈ જાય એટલે તેને આમ જ ખંખેરી કાઢો ત્યાર બાદ 4 થી 5 કલાક સુધી પાણીમાં કામ ન કરો અને પાણીમાં હાથ પલાળશો નહી.

જ્યારે મહેંદી એકદમ સુકાી જાય ત્યાર બાદ મહેંદીને ખંખેરીને એક તવીમાં 4 થી 5 લવિંગ બાળો અને તેના ઘૂમાડામાં હાથને શેકીલો લગિંગનો ઘૂમાડો કલર લાવવામાં મદદરપુર સાબિત થાય છે.