Site icon Revoi.in

ત્વચાને નુકશાન પહોંચાડી શકે છે આ પ્રાકૃતિક સામગ્રી

Social Share

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે.ત્યારે કાળઝાળ ગરમીથી ત્વચાની સંભાળ રાખવી જરૂરી બની છે.ત્વચાની સંભાળ માટે ઘણા બધા લોકો કેમિકલયુક્ત પ્રોડક્ટ્સની બદલે ઘરેલું નુસ્ખા અજમાવે છે.ઘર પર સરળતાથી ઉપલબ્ધ આ સામગ્રીનો ઉપયોગ ક્લીન્જર , સ્ક્રબ,ટોનર અને ફેસ માસ્કના રૂપમાં કરવામાં આવે છે.એવામાં ઘણા બધા લોકોનું માનવું છે કે,પ્રાકૃતિક સામગ્રી હોવાના કારણે ત્વચા પર કોઈ નુકશાન થતું નથી.જોકે,આ પ્રકારની ધારણા તમારી ત્વચાને ખૂબ જ નુક્શાન પણ પહોંચાડી શકે છે.પ્રાકૃતિક સામગ્રી હોવા છતાં એ જરૂરી નહીં કે તે તમારી ત્વચાને ફાયદો જ પહોંચાડે.તો ચાલો જાણીએ ક્યાં પ્રકારની સામગ્રી તમારી ત્વચાને નુકશાન પહોંચાડી શકે છે.

બેકિંગ સોડાનો ઉપયોગ ઘણા બધા લોકો ફેસ પેક અને સ્ક્રબના રૂપમાં કરે છે. આ ઉપરાંત ઘણા બધા લોકો વેજીટેબલ ઓયલનો પણ ઉપયોગ કરે છે.તેનાથી રોમછિન્દ્ર બંધ થઇ જાય છે,અને ખીલ થાય છે.ચહેરા પર તેનો ઉપયોગ કરવાથી નુકશાન થઇ શકે છે.જો તમારી ત્વચા રૂખી છે તો કોલ્ડ-પ્રેસ્ડ અને ઓર્ગેનિક પ્લાન્ટ બેસ્ડ ઓયલ જ વાપરો.

લીંબુમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેંટ હોય છે.તે પિગમેંટેશનની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.ત્વચાને ગ્લોઈંગ બનાવવા માટે ઘણા લોકો ફક્ત તેના રસનો ઉપયોગ કરે છે.તે ખૂબ જ એસીડીક હોય છે.જો તજની વાત કરીએ તો તે ખાવાનો સ્વાદ વધારવાનું કામ કરે છે.તે મસાલાનો ઉપયોગ સીધો ત્વચા માટે ન કરવો જોઈએ.તે ત્વચાને નુકશાન પહોંચાડી શકે છે.