સામાન્ય રીતે મહિલાઓ સુંદર દેખાવા માટે અવનવા પોષાક ઘારણ કરતી હોય છે, સાડી, ટ્રેસ, સ્કર્ટ , ટોપ ,જીન્સ-ટોપ કે ક્રોપ ટોપ કે પછી લોંગ ગાઉન , પરંતુ હાલ મહિલાઓમાં એસિમેટ્રીક નેકલાઈનની ફેેશન જોવા મળી સહી છે. તો ચાલો જાણીએ શું છે એ એટિમેટ્રિક નેકલાઈન ડ્રેસ.
જો કે આ નામ ખાલી નવું છે, બાકી ઓ પોષાકથી આપણે સો કોઈ વાકેફ છીએ. ખાસ કરીને અપર ડપર નામથી આપણે આવા ડ્રેસની ઓળખીએ છીએ, જે અસમતા વાળા ડ્રેસ હો. એટલે કે, ઉપરથ આવા પોશાક મોટાભાગે નીચેથી અસમાન હોય છે.
આ એસિમેટ્રીક ડ્રેસ પણ હો. શકે, વન પીસ પણ હોય કે પછી સ્કર્ટ ટોપ હોય કે લોંગ ફ્રોક પણ હોય , જો કે ચાલુ વર્ષ દરમિયાન આ એસિમેટ્રિ નેકલાઇનની ફેશન ખૂબ જોવા મળે છે, મોટા ભાગની મહિલાઓ આ પોષાક ઘારણ કરવાનો આગ્રહ રાખતી હોય છે.
નેકલાઈન વાચંતા જ આપણું ધ્યાન ગરદન તરફ જાય , ગરદન પાસે ગે ગળાની ફએશન હોય તેનું ખૂબ મહત્વ દરેક પ્રકારના પોષાકમાં હોય છે, ગળાની ડિઝાઈન વાળા ડ્રેસથી આપણું લૂક ચેન્જ થાય છે, કેટલીક ડિઝાઈન એવી હોય છે કે આપણે નેકલેશ પહેરવાની જરુર રહેતી નથી.
ગરદન પાસેની પેટર્ન બહુ મહત્વની હોય છે. તેને કારણે લોકોનું ધ્યાન તમારા તરફ આર્ષાય છે.આ સીઝનમાં ફેશન ડિઝાઇનરોએ એસિમેટ્રિ નેકલાઇનનો ટ્રેન્ડ શરૂ કર્યો છે.જે ખૂબ ચાલી રહ્યો છે.
ખાસ કરીને ગરદન અને ખભા ખુલ્લા રહે તેવી પેટર્નનો ડ્રેસ જેને વિન્ટર સીઝન ડેકોલ્ટાઝ કહેવાય છે , આ નેકલાઇન એસિમેટ્રિક સેલેબ્સ ખૂબ પહેરતા હોય છે ત્યારે હવે અનેકર મહિલાઓની આ પસંદ બની ચૂકી છે. ખાસ કરીને આ પેટર્ન સાડીના બ્લાઉઝમાં વધુ આકર્ષક લાગે છે, ફઇલ્મ અભિનેત્રીઓ ખાસ તે પ્રકારના પહેરવેશ પસંદ કરે છે.
આ સીઝનમાં જૂદા જુદા રંગો, પેટર્ન, ફેબ્રિકમાં નવીનતા આવી છે, જેમાં એસિમેટ્રિ નેકલાઇનનું ચલણ વધ્યું છે આ પ્રકારનો પોષાક મગિલાઓને આકર્ષક બનાવે છે. આ સાથે જ એસિમેટ્રીક ડ્રેસમાં ગળા પાસે અનેક પ્રકારનું વરેક ,ભરત કામ કરવામાં આવે છે, તો કેટલાક કોટન ડ્રેસમાં પ્રિન્ટેડ નેક આપવામાં આવે છે.
ગળાની જિઢાઈનની જો વાત કરીએ તો બોટ નેક,વી નેકના બ્લાઉઝ સાથે પારદર્શક સાડી ટ્રેન્ડી લાગે છે.જ્યારે યંગ ગર્લ્સ પેન્ટ કે ડેનિમ ઉપર પહેરાતા ટોપમાં એસિમેટ્રિ કોલર પહેરવાનમું વદુ પસંદ કરે છે.