ઘરની સજાવટ કોને ન ગમે? મહિલાઓ તેમના ઘરને સજાવવા માટે અનેક પ્રકારના ચિત્રો અને પેઈટિંગ મૂકે છે. પરંતુ વાસ્તુ માન્યતાઓ અનુસાર ઘરમાં કેટલાક ચિત્રો રાખવા એ શુભ માનવામાં આવતું નથી. તેને ઘરમાં લગાવવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક તસવીરો રાખવી અશુભ માનવામાં આવે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે એવી કઈ તસવીરો છે જે ઘરમાં નકારાત્મકતા ફેલાવી શકે છે.
ડૂબતી હોડી
વાસ્તુ માન્યતાઓ અનુસાર ઘરમાં ડૂબતી હોડીનું ચિત્ર લગાવવું શુભ માનવામાં આવતું નથી. તેને લગાવવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને ઘરના સભ્યોમાં તણાવ પણ વધે છે.
શિકારી પ્રાણી
આ સિવાય ઘરમાં કોઈપણ હિંસક અને લોહીલુહાણ પ્રાણીની તસવીર લગાવવી પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેમને ઘરમાં મૂકવાથી અશાંતિ આવે છે.
વહેતા પાણીનું ચિત્ર
વહેતા પાણીની તસવીર ક્યારેય ડ્રોઈંગ રૂમમાં ન લગાવવી જોઈએ. આ તસવીર ભલે ગમે તેટલી સુંદર હોય, પરંતુ તેને અહીં મુકવાથી તમારે બરબાદીનો સામનો કરવો પડી શકે છે.
કબ્ર અથવા સમાધિનો ફોટો
ઘરમાં ક્યારેય કબ્ર અથવા સમાધિની તસવીર ન લગાવો. પરિવારના સુખ-શાંતિ માટે આ ચિત્ર સારું માનવામાં આવતું નથી. ઘણા લોકો ઘરમાં તાજમહેલની તસવીર લગાવે છે, પરંતુ વાસ્તુ માન્યતાઓ અનુસાર ઘરમાં આવી તસવીર લગાવવાથી જીવનમાં મુશ્કેલીઓ આવે છે.