- બાળકોના ગુસ્સા પર રાખો કંટ્રોલ
- બાળકોના વર્તન પર રાખો ખાસ નજર
ઘણા બાળકો અતિશય ગુસ્સો કરે છે માતા પિતાની નાની નાની વાતમાં પણ બાળકો રિસાઈ જાય છે આ સાથે જ જે તે વસ્તુઓ હાથમાં આવે તો અછાડી દેતા હોય છે જો કે આવા બાળકો પર માતા પિતાએ ખાસ ધ્યાન આપવાની જરુર છે, કારણ કે જો બાળકોને આ રીતે છૂટ આપી દેવામાં આવે તો પછી બાળકોનો ગુસ્સો કરવો મૂળ સ્વભાવ બની જાય છે.
આ રીતે બાળકોના ગુસ્સોની રાખો કાળજી
જો બાળકો ખૂબ ગુસ્સો કરતો હોય તો આવી સ્થિતિમાં પ્રેમથી બાળકોને સમજાવો ખોટી વસ્તુની જીદ પુરી ન કરો આમ કરવાથી બાળકની ડિમાન્ડ પર કંટ્રોલ લાગી શકાશે જે તેના ગુસ્સાને હળવો કરશે
આ સહીત બાળકો જ્યારે ગુસ્સો કરે ત્યારે તેને મહત્વ ન આપો, બાળકોને ઈગ્નોર કરો જેથી બાળક પોતાને આછુ મહત્વ આપશે તો આપોઆપ તેનો ગુસ્સો શાંત થી જશે.
આ સહીત બાળકો સાથે નાની નાની વાતમાં માથાકૂટ કરવાનું ટાળીદો ઘણી વખત વધુ જીદ કરે ત્યારે તેને તેના હાલ પર છોડી દો અને તેના પરથી ધ્યાન હટાવી લો એટલે થોડી વારમાં તે પોતે શઆંત થઈ જશે
કોશિશ કરો કે માતા-પિતા પોતે બાળકોની સામે ગુસ્સે ન થાય અને કોઈ વસ્તુ ફેંકે નહીં. જો તમે પણ આવું કરશો તો તમારું બાળક પણ તેમાંથી જ શીખશે.જેથી કરીને બાળકો જો આવું કરે ત્યારે તમારે તેના પર ધ્યાન ન આપવું અને તેને મહત્વ ન આપવું આ સહીત તેઓની કોઈ પણ માંગ પુરી ન કરવી