આ કારણો બને છે એકલતાનું કારણ, જો જો તમે પણ ન થતા આનો શિકાર
વ્યક્તિ જ્યારે એકલો હોય ત્યારે તેના મનમાં અનેક પ્રકારના વિચારો આવતા હોય છે. અને પછી આ જ એકલતા તેના શરીરમાં અનેક બીમારીઓનું કારણ બને છે. આવામાં જો વાત કરવામાં આવે કેટલીક બાબતોની તો આ બને એકલતાનું કારણ.
જેમ કે સૌથી પહેલા કેટલીકવાર તમારા વ્યવ્હારને કારણે કે બીજી નાની ભૂલોને કારણે સંબંધો ખરાબ પણ થાય છે. અને કેટલીકવાર સંબંધો હંમેશા માટે તૂટી પણ થાય છે. એટલે જ વ્યક્તિએ પોતાના વાણી અને વ્યવહાર પર ધ્યાન આપવું જોઈએ.
આપણે ઘણીવાર મજાક-મસ્તીમાં એવી વાતો બોલી દેતો હોઈએ છે જે લોકોને ખરાબ લાગે છે. તેમના મનમાં તેની ખરાબ અસર પડે છે અને તેઓ તે વાત યાદ રાખે છે. ત્યાંથી જ સંબંધો તૂટવાની શરુઆત થાય છે. કેટલીકવાર તમે પાર્ટનરને મજાકમાં કહી દેતા હોય છે કે , હું સિંગલ પણ રહી શકું છું અને તારો વિશ્વાસ પણ તોડી શકું છું. તેનાથી બીજા પાર્ટનર પર નેગેટિવ પ્રભાવ પડે છે. તેથી તમારા શબ્દો સમજી વિચારીને વાપરો. એકલતાથી બચવા માટે ,આવા શબ્દો ન બોલો.
કેટલાક લોકો પોતાની જાતને ખુબ હોશિયાર સમજે છે. તેને કારણે તે પોતાના પાર્ટનરને પણ એટલું હોશિયાર જોવા માંગે છે. અને તે ચક્કરમાં તેની ખામીઓ કાઢવા લાગે છે. પાર્ટનરના મોંઢામાંથી નીકળેલા તે શબ્દો બીજા પાર્ટનરના આત્મ સન્માનને ઠેસ પહોંચાડે છે. તેનાથી કંટાળીને અનેક સંબંધો તૂટતા હોય છે. તેથી નાનાની વાતો પર વધારે ઓવર રિએક્ટ ન કરો.