Site icon Revoi.in

ઉનાળાની ગરમીમાં આ બીજ સ્વાસ્થ્ય માટે ફાયદા કારક ,જાણો તેના ઉપયોગથી થતા લાભ

Social Share

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે તુલસી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે,ષરદી હો. ખાસી હોય કે કફ હોય આ તમામ રોગોમાં જો તુલસીના પાનનો ઉકાળો અથવા ખાલી પાન ખાવામાં આવે તો ઘણો ફાયદો થાય છે.જો કે તુલસીના બીજ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, ફાઈબર અને આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. ચાલો જાણીએ કે આ બીજ આપણા માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે છે.

જાણો તુલસીના બીજના ઉપયોગ અને ફાયદા

1 રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છેઃ- રોગપ્રતિકારક શક્તિ હંમેશા મહત્વની હોય છે જેનાથી આપણે નિરોગી રહી શકીએ છે, કારણ કે તે આપણને ઘણી બીમારીઓ અને ચેપ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે,રોગપ્રતિકારક શક્તિ સુધારવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે તમે તુલસીના બીજનો ઉકાળો બનાવીને પી શકો છો.

2 પાચન શક્તિને મજબૂત બનાવે છે આ બીજઃ-  કબજિયાત, એસિડિટી ગેસની સમસ્યા હોય તો તેના માટે તુલસીના બીજને પાણીમાં નાંખો અને તે ફુલે તેની રાહ જુઓ. ત્આયાર બાદ આ પાણીનુ બીજ સહીત સેવન કરી લો જેનાથી પાચનક્રિયા સુધરે છે.

3 વેઈટ લોસ કરવામાં મદદ મળે છેઃ- જે લોકો વધતા વજનથી પરેશાન છે તેમના માટે તુલસીના બીજ એક રામબાણ ઈલાજ છે,આ બીજમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે અને તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ બીજ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, જેના કારણે વજન ધીમે-ધીમે ઘટવા લાગે છે.