Site icon Revoi.in

હિંદુ ધર્મમાં ખુબ જ મહત્વ રાખે છે આ ખાસ વૃક્ષો અને છોડ,જાણો ક્યાં-ક્યાં છે આ…  

Social Share

હિન્દુ સંસ્કૃતિએ અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપ્યું છે. તેવી જ રીતે અનેક છોડ અને વૃક્ષો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા ઘણા વૃક્ષ છોડને માન્યતા આપવામાં આવી છે, જે જીવનની મુશ્કેલીઓ દૂર કરે છે. ખાસ વાત એ છે કે,આવા વૃક્ષો અને છોડની લોકો દ્વારા પૂજા તો કરવામાં આવે જ છે પરંતુ આ વૃક્ષોનો ઉપયોગ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે પણ કરવામાં આવે છે.

વેદ અને પુરાણોમાં પણ ઘણા વૃક્ષો વિશે કહેવામાં આવ્યું છે. તુલસી હોય કે પીપળો, દરેકનું પોતાનું આધ્યાત્મિક મહત્વ છે. આજના આધુનિક યુગમાં પણ લોકો વૃક્ષોની પૂજા કરે છે.તો,ચાલો જાણીએ હિંદુ ધર્મના કેટલાક સૌથી પૂજનીય વૃક્ષો વિશે.

પીપળાનું ઝાડ  હિંદુ પરંપરા અનુસાર પીપળનું વૃક્ષ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. આ વૃક્ષ ભગવાન હનુમાન અને ભગવાન શનિના મંદિરની આસપાસ જોઈ શકાય છે. કહેવાય છે કે,જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો રોજ પીપળાના ઝાડની સેવા કરવી જોઈએ, તેનાથી પરેશાનીઓ દૂર થઈ જશે. શનિ દોષને દૂર કરવા માટે પીપળાના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે.કહેવાય છે કે શનિ અશુભ હોય ત્યારે સાંજના સમયે ઝાડ નીચે તેલનો દીવો કરવો જોઈએ.

તુલસીનો છોડ 

તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં હોય છે અને તેને પવિત્ર માનવામાં આવે છે. જો લોકો કોઈ શુભ કાર્ય કરે છે તો તુલસી પૂજનને સ્થાન આપે છે. કહેવાય છે કે આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મકતા પણ દૂર થાય છે. આ છોડનો ઉપયોગ માત્ર દવા તરીકે થાય છે.

કેળાનું ઝાડ 

હિન્દુ સંસ્કૃતિમાં તેને ખૂબ જ શુભ વૃક્ષ માનવામાં આવે છે.આ વૃક્ષને ભગવાન વિષ્ણુનું પ્રતિક પણ માનવામાં આવે છે. આ જ કારણ છે કે ગુરુવારે આ વૃક્ષની વિશેષ પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે,ગુરુવારે આ વૃક્ષની પૂજા કરવામાં આવે તો દરેક ખરાબ અને અટકેલા કામ સફળ થાય છે.

કમળનું ફૂલ

કમળના ફૂલ પર દેવી લક્ષ્મી બિરાજમાન છે. આ ફૂલને અનેક દેવી-દેવતાઓનું પ્રિય ફૂલ માનવામાં આવે છે. તે પવિત્રતા, સુંદરતા, તપસ્યા અને દિવ્યતાનું પ્રતીક છે. આ ફૂલ કાદવમાં ખીલે છે. એવું માનવામાં આવે છે કે કમળનું ફૂલ ચઢાવવાથી ભક્તોને સૌભાગ્ય અને આધ્યાત્મિક જ્ઞાન મળે છે.